RTE Self Declaration : એડમિશન લેવા માટે ભૂલથી પણ આવું ન કરો નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

You are currently viewing RTE Self Declaration : એડમિશન લેવા માટે ભૂલથી પણ આવું ન કરો નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
RTE Self Declaration

RTE Self Declaration ના કિસ્સામાં ખોટી માહિતી આપીને એડમિશન લેશો તો વાલી સામે થશે પોલીસ ફરિયાદ.
માતા-પિતા સાવચેત રહો. RTEમાં એડમિશન લેવા માટે ભૂલથી પણ આવું ન કરો નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

RTE Self Declaration ના કિસ્સામાં ખોટી માહિતી આપીને એડમિશન અપાશે તો વાલી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

રાજ્યમાં ગરીબ બાળકોના શિક્ષણના અધિકાર હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે 10 થી 22 એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

શું તમે જાણો છો ? શાળા ગમે ત્યારે માંગશે વાલી પાસેથી આ સર્ટિફિકેટ

આ વખતે RTE પ્રવેશ માટે આવકવેરા રિટર્નની વિગતો મંગાવવામાં આવી છે. ઉપરાંત, જે માતા-પિતાની આવક આવકવેરાને પાત્ર નથી તેઓએ RTE Self Declaration આપવી પડશે. પરંતુ પ્રવેશ મેળવવા માટે નકલી દસ્તાવેજો કે ખોટી માહિતી આપીને પ્રવેશ મેળવનાર વાલી સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

RTE Helpline Number Gujarat

RTE Self Declaration
RTE Self Declaration

ફોર્મ ભરવાની પ્રક્રિયા 20 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે

રાજ્યનું પ્રાથમિક શિક્ષણ વિભાગ આગામી 20 દિવસમાં બાળકોના પ્રવેશ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે આ વખતે તંત્રએ પ્રવેશ બાબતે કડક વલણ અપનાવ્યું છે.

બનાવટી દસ્તાવેજો બતાવીને કોઈ પણ વાલી પોતાના બાળકનો પ્રવેશ ન મેળવે અને કોઈ ગરીબ બાળક પ્રવેશથી વંચિત ન રહે તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયામાં કોઈ ગડબડ ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.

aayushman card free register

અધિકારીઓએ એવી પણ ચેતવણી આપી છે કે નકલી દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા બાળકોના માતા-પિતા સામે કાર્યવાહી કરવામાં આવશે. RTEમાં પ્રવેશ મેળવવા માટે દર વર્ષે લાખો વાલીઓ અરજી કરે છે. ખાસ કરીને આવકના દાખલાને ખોટા દસ્તાવેજ દ્વારા વાલી પ્રવેશ ન મેળવે તે માટે આ વખતે આવકવેરા રિટર્નની વિગતો માંગવામાં આવી છે.

જે વાલીઓ આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તેવા વાલીઓએ RTE Self Declaration આપવી પડશે. જે માતા-પિતાની આવક આવકવેરાને પાત્ર નથી તેઓએ RTE Self Declaration આપવી પડશે.

જો કે, ફોર્મ વેરિફિકેશન કે શાળા પ્રવેશ પ્રક્રિયા દરમિયાન બનાવટી દસ્તાવેજોના આધારે જો કોઈ વાલી પ્રવેશ મેળવશે તો તે વાલીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવી પણ અધિકારીઓએ તાકીદ કરી છે.

નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, નકલી દસ્તાવેજોના આધારે આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ભૂતકાળમાં પણ આ અંગે વાલીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ વખતે આ પ્રકારની ગેરરીતિ અટકાવવા અધિકારીઓ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.