RTE Helpline Number Gujarat | RTEમાં એડમિશન લેવામાં કોઈ એજન્ટની વાતમાં ફસાતા નહિ

You are currently viewing RTE Helpline Number Gujarat | RTEમાં એડમિશન લેવામાં કોઈ એજન્ટની વાતમાં ફસાતા નહિ
RTE Helpline Number Gujarat

RTE Helpline Number Gujarat : રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોના ખાનગી શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા આમ તો આગામી 22 એપ્રિલ સુધી ચાલવાની છે.

જો કોઈ વાલીને કોઈ એજન્ટ આરટીઈમાં પ્રવેશ આપાવવાનું પ્રલોભન આપતો હોય તો ચેતી જજો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શરુ કરાઈ હેલ્પલાઈન. આવા તત્વોથી દૂર રહેવા જિલ્લા શિક્ષણાધિકારી એ અપીલ કરી છે.

RTE Helpline Number Gujarat

તેમ છતાં ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવામાં કોઈ સમસ્યા હોય કે પછી કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં મુંઝવણ હોય તો તે સમસ્યાનું પણ થશે નિરાકરણ, કારણ કે દરેક જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં RTE એડમિશન માટે RTE Helpline Number Gujarat હેલ્પલાઈન તેમજ હેલ્પ ડેસ્ક પણ શરુ કરવામાં આવ્યું છે.

એડમિશન લેવા માટે ભૂલથી પણ આવું ન કરો નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

RTE એડમિશનને લઈને પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ ચુકી છે. RTEની વેબસાઈટ પર પ્રવેશ પ્રક્રિયા માટે RTE-1, RTE-2, RTE-3, RTE-4 એમ ચાર લિંકનો ઉપયોગ કરી વાલીઓ ફોર્મ અને ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે. જે માટે 22 એપ્રિલ સુધી એટલે કે 12 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

RTE Self Declaration
RTE Self Declaration

RTE Helpline Number Gujarat પર માહિતી કે ખુટતી વિગત મેળવી શકે છે

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી જણાવે છે કે, આખી પ્રક્રિયા આમ તો ઓનલાઈન છે. પરંતુ જો તેમ છતાં કોઈ વાલીને કોઈ મુંઝવણ હોય તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હેલ્પ લાઈન નંબર- (079-27912966) પર માહિતી કે ખુટતી વિગત મેળવી શકે છે. આ ઉપરાંત ડીઈઓ કચેરી દ્વારા બોર્ડની પરિક્ષા સમયે શરુ કરવામાં આવેલી વોટ્સએપ હેલ્પલાઈન સેવા પણ આ પ્રક્રિયા માટે ઉપયોગી થશે. જે માટે એક નંબર શરુ કરવામાં આવ્યો હતો. આ નંબર છે 9909922648. હવે વાલીઓ આ નંબર નોંધી લે.

દરેક જિલ્લાના શિક્ષણા અધિકારી ની ઓફિસના હેલ્પ લાઈન નંબર માટે અહીં ક્લિક RTE Helpline Number Gujarat

જો આરટીઈ એડમિશનને લઈને કોઈ પણ તકલીફ પડી રહી હોય તો વોટ્સએપ કરીને પણ વાલીઓ પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવી શકે છે.

આટલું જ નહીં જો વાલીઓ પુછપરછ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આવી ગયા તો તેઓને પણ સંતોષકારક જવાબ મળી રહે તે માટે આરટીઈ એડમિશન હેલ્પ ડેસ્ક પણ શરુ કરવામાં આવ્યું છે.

જ્યાંથી વાલીઓ ફોર્મ ભરવાની વિગતો ડોક્યુમેન્ટની વિગતો સહિત જે પણ સમસ્યા હોય તો તેનો ઉકેલ મેળવી શકે છે.

RTE Online Admission Form માં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવા

મહત્વનું છે કે, આરટીઈ એડમિશન માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન છે. સાથે જ વાલીઓને એવી પણ અપીલ કરવામાં આવી છે કે, જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરે તે ઓરિજનલ અપલોડ કરવાના રહેશે. કોઈપણ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ એડમિશન માટે માન્ય ગણાશે નહીં.

RTE Admission
RTE Admission

RTEમાં એડમિશન લેવામાં કોઈ એજન્ટની વાતમાં ફસાતા નહિ

જો કોઈ વાલીને કોઈ એજન્ટ આરટીઈમાં પ્રવેશ આપાવવાનું પ્રલોભન આપતો હોય તો ચેતી જજો. આવા કોઈ તત્વોની દોરવણીમાં દોરવાવું નહિ તેવી ખાસ અપીલ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કરી છે. એટલુ જ નહિ, જો આવો કોઈ એજન્ટ આપને પ્રલોભન આપતો હોય તો તેની જાણ પણ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શરુ કરાયેલી RTE Helpline Number Gujarat પર કરવાની સુચના આપવામાં આવી છે.

શું તમે જાણો છો ? શાળા ગમે ત્યારે માંગશે વાલી પાસેથી આ સર્ટિફિકેટ

રાજ્યભરમાં હાલ 82 હજારથી વધુ બેઠકો માટે આરટીઈ માટેની પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ છે. આમ તો આ આખીય પ્રક્રિયા ઓનલાઈન રહેવાની છે. પરંતુ તેમ છતાં ઘણા એવા તત્વો કે એજન્ટો વાલીઓને આરટીઈમાં પ્રવેશ આપવવા ગેરમાર્ગે દોરતા હોય છે. તો આવા તત્વો કોઈ એડમિશન કરાવી શકતા નથી પરંતુ એ બહાને વાલીઓના ખિસ્સા ખંખેરી લેતા હોય છે. તો કેટલીકવાર ઓનલાઈન ફોર્મ ભરવામાં પણ વાલીઓ પાસેથી રુપિયા પડાવતા હોય છે. આવા તત્વોથી દૂર રહેવાની અપીલ જિલ્લા શિક્ષણાધિકારીએ કરી છે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી આ અંગે જણાવે છે કે, ખાનગી શાળામાં બાળકોના પ્રવેશ માટેની આ પ્રક્રિયા ઓનલાઈન છે. હુ વાલીઓને નમ્ર અપીલ કરુ છુ કે આવા કોઈ એજન્ટની વાતમાં તમે આવશો નહિ. કારણ કે આરટીઈમાં કોઈ આ પ્રકારે એડમિશન અપાવી શકતું નથી. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થાય છે.

તમારા રહેણાંકના 6KM ના વિસ્તારની જ સ્કૂલો પસંદ કરવી

એડમિશન માટેનું ફોર્મ ભર્યા પછી 14 પ્રકારની જે કેટેગરી આપવામાં આવી છે તે પ્રકારે એડમિશન થાય છે. તેમાં તમારો જે રહેણાંક વિસ્તાર છે તેના 6 કિલોમીટરના સરાઉન્ડિંગ વિસ્તારની આવતી શાળામાં વાલીએ જે શાળાને અગ્રતાક્રમ આપ્યો હશે તે પ્રકારે એડમિશન મળતું હોય છે. અને તે પ્રક્રિયા પણ ઓનલાઈન થાય છે.

RTE Self Declaration ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

જેથી આવા કોઈ એજન્ટ કે આવા તત્વોના પ્રલોભનમાં ફસાતા નહિ. એટલુ જ નહિ કોઈ પણ વાલીએ પ્રવેશ મેળવવા આવકના ખોટા આધાર પુરાવા કે અન્ય કોઈ દસ્તાવેજના ખોટા પુરાવા ઉભા કરી પ્રવેશ મેળવવો નહિ. કારણ કે જ્યારે ઓનલાઈન એડમિશન કન્ફર્મ થશે પછી જ્યારે શાળામાં પ્રવેશ લેવાનો થશે ત્યારે શાળામાં આ તમામ ઓરિજનલ ડોક્યુમેન્ટ રજુ કરવા પડશે.