RTE Admit Card : સ્કૂલોની દાદાગીરી એડમિટ કાર્ડ આપ્યા હોવા છતાં શાળા એડમિશન ના આપતા વિવાદ

RTE Admit Card

RTE Admit Card : સુરતમાં શાળાના નવાક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે. આજે વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે શાળામાં પ્રવેશ કરી લીધો હતો પરંતુ કેટલીક શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા અને લઈને વિવાદ ઊભો થયો છે જેને લઈને વાલીઓમાં ભારે નારાજગી છે. આ મુદ્દાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પ્રશ્નો ગયો છે. પહેલા રાઉન્ડમાં RTE અંતર્ગત પ્રવેશ આપવામાં આવ્યા પરંતુ બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો નહીં.

RTE Admit Card હોવા છતાં પ્રવેશ ન મળ્યો

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ મળી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સરકારના આ કાયદાને જાણે શાળાઓ ગણકારતી ન હોય તેવી સ્થિતિ સુરતમાં ઊભી થઈ છે. કતારગામ વિસ્તારમાં બાળ આશ્રમ પાસે આવેલી સ્કૂલના સંચાલકો દ્વારા ઘણા ખરા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો ન હોવાનું સામે આવી રહ્યો છે. બાળકો જ્યારે આજે પ્રવેશ પ્રક્રિયા માટે શાળાએ પહોંચ્યા હતા ત્યારે શાળાએ સ્પષ્ટ શબ્દોમાં પ્રવેશના આપવા માટેની વાત કરી હતી જેને લઈને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

એડમિશન ના આપવાનું કારણ પણ જણાવ્યું નહીં

વાલીઓએ જણાવ્યું કે, સરકાર દ્વારા RTE Admit Card આપ્યું છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ શાળામાં તમે મારા બાળકને અભ્યાસ કરવા માટે લઈ જઈ શકો છો. છતાં પણ શાળાના સંચાલકોની દાદાગીરી એવી હતી કે તેમણે અમને પ્રવેશ તો ન જ આપ્યો પરંતુ અમે ખૂબ જ વિનમ્રતાથી પૂછ્યું કે કયા કારણથી અમને પ્રવેશ આપવામાં આવ્યો નથી. તો એ બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. આખરે અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જઈને અમારી રજૂઆત કરી આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અમારી જાણ માં એવું આવ્યું છે કે ઘણી સ્કૂલો એ વાલીઓ ને એવું પણ કહ્યું છે કે તમારા બાળક ને સ્કૂલ ની બીજી કોઈ પણ પ્રકારની એકટીવીટી નો લાભ મળશે નહિ અને જો તમારા બાળકને બીજી એક્ટિવિટી લેવી હોય તો તેની ફી અલગથી ભરવાની રહેશે . શું તમારી સાથે પણ આવું બન્યું છે ? જો તમને પણ આવો કોઈ અનુભાઈ થયો હોય તો કોમેન્ટ માં ચોક્કસ જણાવશો

Scroll to Top