Require Document for RTE Gujarat 2024
RTE Gujarat માં ગરીબ માબાપ ના બાળકો ને ધોરણ 1 થી 8 સુધી સારી પ્રાઈવેટ સ્કુલ માં ફ્રી મા શિક્ષણ મળશે.જેના માટે અરજી કયાં કરવી, ક્યાં ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે અને કઈ કઈ સ્કૂલ RTE act હેઠળ ફ્રી માં શિક્ષણ આપે છે તે તમામ માહિતી આજ નાં લેખ માં મેળવવા માં આવશે.
RTE Gujarat અંતર્ગત દેશ માં તમામ બાળકો ને ફ્રી માં અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ બાળકો નો અધિકાર છે. આ Act અંતર્ગત ગુજરાત રાજ્ય ની તમામ પ્રાઈવેટ પ્રાઈમરી સ્કૂલ માં ધોરણ 1 થી 8 માટે કુલ બેઠકો ની 25% બેઠક અનામત રાખી ને બાળકો ને Admission આપવામાં આવે છે. જેમાં પ્રાઈવેટ સ્કૂલ ની ફી ભરવાની હોતી નથી ને બાળકોને મફત મા જ Admission આપવામાં આવે છે.જેમાં બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે.
શું તમે તમારા બાળક નું એડમિશન આર. ટી. ઈ. યોજના હેઠળ લેવા માંગો છો ? તો નીચેની વિગત કાળજી પૂર્વક વાંચો
આર .ટી.ઈ. એડમિશનની ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ હજુ સત્તાવાર તારીખ જાહેર થઇ નથી પરંતુ એપ્રિલ મહિના ની 1 થી 15 તારીખ વચ્ચે ફોર્મ ભરાય છે
તારીખ 01/06/2024 ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ. પરંતુ 7 વર્ષ થી વધુ નહિ. (જો સરકાર કોઈ નવી જાહેરાત કરે તો આમાં ફેરફાર થઈ શકે છે )
બાળકનું એડમિશન 1લા ધોરણમાં લેવાનું હોય તો જ ફોર્મ ભરવું.
Require Document for RTE Gujarat
- RTE Gujarat માં અરજી કરવા માટે બાળકો અને વાલીઓ ને નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.
- બાળક ના જન્મ નું પ્રમાણપત્ર.
- બાળક નું આધાર કાર્ડ.
- વાલી નું જાતિ નું પ્રમાણપત્ર.
- રહેઠાણ અંગેનો પુરાવો. (આધાર કાર્ડ , રેશનિંગ કાર્ડ, લાઈટ બીલ)
- વાલીનો આવકનો દાખલો.
- બાળક ના વાલીનું આધાર કાર્ડ.
- બાળક પાસપોર્ટ સાઇઝના બે ફોટા.
- વાલી અથવા બાળકના બેંક ખાતાની પાસબુકની નકલ.
- માનસિક અસ્વસ્થ બાળકો અને સેલેબ્રલ પાલ્સી વાળા બાળકો અને ART( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો ને સિવિલ સર્જન નું પ્રમાણપત્ર.
- બાળ ગૃહ નાં તમામ બાળકો અને સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને Child Welfare Committee નું CWC પ્રમાણપત્ર.
- જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરી માટે સબંધિત કચેરી પાસે થી Single Girl Child નું પ્રમાણપત્ર.