RTE Admission 2024: ક્યારથી શરુ થશે | RTE Admission શું હોય છે પ્રોસેસ ?

You are currently viewing RTE Admission 2024: ક્યારથી શરુ થશે | RTE Admission શું હોય છે પ્રોસેસ ?

RTE Admission 2024: શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમા છે. RTE Admission પણ આવી જ એક શિક્ષણ ક્ષેત્રની ઉપયોગી યોજના છે. હવે તમારા બાળકોને ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળામાં સંપૂર્ણ મફતમા શિક્ષણ આપી શકો છો. RTE Admission 2024 માટે ક્યારે ફોર્મ ભરાશે, આર.ટી.ઇ. એડમીશનની શું પ્રોસેસ હોય છે ? વગેરે બાબતોની આજે આ પોસ્ટ મા માહિતી મેળવીશુ.

RTE Admission 2024: ક્યારથી શરુ થશે RTE ના એડમીશન ફોર્મ, શું હોય છે પ્રોસેસ; ખાનગી શાળામા Free એડમીશન સંપૂર્ણ માહિતી

આ યોજના હેઠળ ધોરણ 1 માંં દર વર્ષે દરેક ખાનગી શાળાઓમા તેની કુલ જગ્યાના 25 % જગ્યા પર ગરીબ અને નબળા વર્ગ ના વિદ્યાર્થીઓને ફ્રી પ્રવેશ આપવામા આવે છે. જેમાં વિદ્યાર્થીને જે ખાનગી શાળા મા એડમીશન મળે તેમા ધોરણ 1 થી 8 સુધીનુ શિક્ષણ ફ્રી આપવામા આવે છે. એટલે કે વિદ્યાર્થીના વાલીએ કોઇ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. ઉપરાંત વિદ્યાર્થીને દર વર્ષે ધોરણ 8 સુધી રૂ.3000 ફી રી એમ્બર્સ એટલે કે શિષ્યવૃતિ પેટે પણ આપવામા આવે છે.

RTE Gujarat

RTE Gujarat Admission Age Limit – 2024

RTE Admission 2024 ફોર્મ ક્યારે ભરાશે ?

  • તારીખ 14/03/2024 થી ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ થશે
  • તારીખ 26/03/2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
  • બાળકની ઉંમર 1લી જૂન 2024 ના રોજ 6 વર્ષ પુરા થયેલ હોવા જોઈએ : ઉંમર તપાસો Age Calculator
  • RTE Admission 2024 ની સંપૂર્ણ પ્રોસેસ માટે ઓફીસીયલ વેબસાઇટ https://rte.orpgujarat.com/ ની નિયમિત મુલાકાત લેતા રહેશો.

RTE Admission 2024 Process

RTE Admission 2024 ની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબના તબક્કાવાઇઝ હોય છે.

  • સરકારશ્રીના શિક્ષણ વિભાગ તરફથી સામાન્ય રીતે એપ્રીલ મહિનામા વર્તમાનપત્રોમાં જાહેરાત આપી RTE Admission 2024 નો સંપૂર્ણ પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવે છે.
  • નક્કી તારીખોમાં RTE Admission official website પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
  • ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ ક્યાય હાર્ડકોપીમા જમા કરાવવાનુ હોતુ નથી. પરંતુ જિલ્લાની કચેરી દ્વારા આ ઓનલાઇન ભરેલા ફોર્મની ચકાસણી કરવામા આવે છે. જે યોગ્ય હોય તો અપ્રુવ કરવામા આવે છે. જો કોઇ ડોકયુમેંટ ની કવેરી હોય તો રીજેકટ કરવામા આવે છે.
  • ફોર્મ ભરવાની અને ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ સોફટવેર મારફતે મેરીટ તૈયાર કરવામા આવે છે. અને મેરીટ આધારિત રાઉન્ડ બહાર પાડે વિદ્યાર્થીઓને એડમીશન આપવામા આવે છે.
  • એડમીશન મળેલ વિદ્યાર્થીએ ઓનલાઇન જ એડમીશન લેટર ડાઉનલોડ કરી જે શાળામાં એડમીશન મળ્યુ હોય ત્યા પ્રવેશ માટે જવાનુ રહે છે.

RTE Gujarat

Require Document and School List Surat

RTE Admission 2024 Required Document List

RTE Admission 2024 માટે નીચે મુજબ ડોકયુમેન્ટ ની જરુર રહે છે.

  • બાળક ના જન્મ નું પ્રમાણપત્ર.
  • બાળક નું આધાર કાર્ડ.
  • વાલી નું જાતિ નું પ્રમાણપત્ર.
  • બાળક નું રહેઠાણ અંગેનો પુરાવો. (રેશનિંગ કાર્ડ, લાઈટ બીલ)
  • વાલીનો આવકનો દાખલો.
  • બાળક ના વાલીનું આધાર કાર્ડ.
  • બાળક પાસપોર્ટ સાઇઝના બે ફોટા.
  • વાલી અથવા બાળકના બેંક ખાતાની પાસબુકની નકલ.

રહેઠાણ નો પુરાવો | Residence Proof

આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

વાલીનું જાતીનું પ્રમાણપત્ર

  • મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​

જન્મનું પ્રમાણપત્ર

  • ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું

ફોટોગ્રાફ

  • પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ

Join Whatsapp Channel

For latest update of SARKARI YOJANA Join our Whatsapp Channel.

વાલીની આવકનું પ્રમાણપત્ર

  • આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. 01/04/2021 પછીનો જ માન્ય ગણાશે.

બીપીએલ

  • ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે.
  • જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.
  • જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.

વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ:

મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​

અનાથ બાળક:

  • જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક:

  • જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

બાલગૃહ ના બાળકો:

  • જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો:

  • જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર

સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો:

  • સિવિલ સર્જન પ્રમાણપત્ર

ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ):

  • સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)

(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો:

  • સિવિલ સર્જન પ્રમાણપત્ર

શહીદ થયેલ જવાનના બાળકો:

  • સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો

સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે:

  • ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો

સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો

  • સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

બાળકનું આધારકાર્ડ:

  • બાળકના આધારકાર્ડની નકલ​

વાલીનું આધારકાર્ડ:

  • વાલીના આધારકાર્ડની નકલ​

બેંકની વિગતો:

  • બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ

RTE Helpline Number

RTE એડમીશન ની સમગ્ર પ્રોસેસ દરમિયાન વાલીઓને કોઇ બાબતે માર્ગદર્શનની જરુર હોય તો જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર જાહેર કરવામા આવે છે. તમારા જિલ્લાના હેલ્પલાઇન નંબર પર ફોર્મ ભરવાથી લઇને એડમીશન સુધીની માહિતી મેળવી શકો છો.

Sr. No.DistrictContact No.
1AHMEDABAD (RURAL)8866432780
2AHMEDABAD CORPORATION (CITY)079-27912966
3AMRELI02792 222109
4ANAND02692263205
5ARAVALLI18002234749
6BANASKANTHA(0274)2259668
7BHARUCH02642244210
8BHAVNAGAR (RURAL)02782523582
9BHAVNAGAR CORPORATION (CITY)(0278) 2426629
10BOTAD9824129008
11CHHOTA UDAIPUR02669 296222
12DAHOD02673239113
13DANG(02631)220337
14DEVBHUMI DWARKA8511084558
15GANDHINAGAR (RURAL)7862993359
16GANDHINAGAR CORPORATION (CITY)07923220314
17GIR SOMNATH2876285400
18JAMNAGAR (RURAL)0288-2550286
19JAMNAGAR CORPORATION (CITY)0288-2553321
20JUNAGADH02852990457
21KHEDA2682557452
22KUTCH9426127682
23MAHESANA02762(222320)
24MAHISAGAR02674-255590
25MORBI02822299106
26NARMADA9687056072 9106041572
27NAVSARI6353337010
28PANCHMAHAL02672253376
29PATAN8849698586
30PORBANDAR(0286)2215900
31RAJKOT (RURAL)9913806373
32RAJKOT CORPORATION (CITY)(0281)2226784
33SABARKANTHA7016575107
34SURAT (RURAL)8849276259
35SURAT CORPORATION (CITY)9662473035
36SURENDRANAGAR02752228099
37TAPI(02626)222057
38VADODARA (RURAL)18002332673
39VADODARA CORPORATION (CITY)9104838832 (0265)2461703
40VALSAD02632-253210