RTE Gujarat 2024ના પ્રાઇવેટ સ્કૂલોમાં ધોરણ 1 થી 8 ના મફત પ્રાથમિક શિક્ષણ ના ફોર્મ ભરાવવાનું શરુ થયું ગયું છે. ફોર્મ ભરતી વખતે વાલીઓ એ ક્યાં ક્યાં Document Upload કરવાના છે અને Self Declaration Form કઈ રીતે ભરવું તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.
ક્યાં ક્યાં Document Upload કરવા ?
RTE Gujarat Addmission 2024નું ફોર્મ ભરાય ગયા પછી ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા એ ખુબજ અગત્યનું છે.
Address Proof
Address proof એટલે બાળકના પિતાના રહેઠાણનું સરનામું, સરનામાંના પુરાવા માટે જો શક્ય હોય ત્યાં સુધી આધાર કાર્ડ ના આગળ પાછળ બંને સાઈડના ફોટો અપલોડ કરવો.
Income Certificate
Income Certificate એટલે મામલતદાર દ્વારા ઇસ્યુ કરાયેલ આવક નો દાખલો ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા 120000 છે અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા 150000 છે. અને આવક નો દાખલો 1/4/2021 પછી ઇસ્યુ કરેલ હોવો જોઈએ.
Birth Certificate
Birth Certificate એટલે બાળકનો જન્મનો દાખલો RTE Gujarat 2024માં ફોર્મ ભરવા માટે બાળકની ઉંમર 6 વર્ષ પુરા તેમજ 7 વર્ષથી ઓછી હોવી જોઈએ એટલે કે તારીખ 02/06/2017 થી 01/06/2018 ની વચ્ચે જે બાળકનો જન્મ થયેલ છે તે બાળકો આર.ટી.ઈ.. હેઠળ પ્રવેશ ફોર્મ ભરી શકશે.
Cast Certificate
Cast Certificate એટલે જાતિનું પ્રમાણપત્ર, જનરલ કેટેગરી વાળને જાતિના પ્રમાણપત્રની જરૂર નથી, OBC, ST and ST જાતિમાં આવતા લોકો માટે Cast Certificate યાને જાતિનું પ્રમાણપત્ર આપવું ફરજીયાત છે.
PAN Card
જો બાળકના માતા તથા પિતા એમ બંને પાસે પાન કાર્ડ હોય તો પિતાનું પાન કાર્ડ અપલોડ કરવું, અને જો પિતાનું પાન કાર્ડ ના હોય તો માતાનું પાન કાર્ડ અપલોડ કરવું. જો માતા કે પિતા બંને માંથી કોઈ પણ પાન કાર્ડ ધરાવતા ના હોય તો પાન કાર્ડ અપલોડ કરવાની જરૂર નથી.
Self Declaration
RTE અરજી સાથે Self Declaration આપવું ફરજીયાત છે, જો વિદ્યાર્થી ના માતા કે પિતા પાસે પાન કાર્ડ હોય તો પણ સેલ્ફ ડેકલેરેશન આપવાનું છે અને જો પાન કાર્ડ ના હોય તો પણ સેલ્ફ ડેકલેરેશન આપવાનું છે. જો બાળકના માતા કે પિતા બંને ના કે કોઈ પણ એક ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઈલ થતા હોય તોજ સેલ્ફ ડેક્લરેશન અપલોડ કરવાનું નથી. સેલ્ફ ડેક્લરેશન માં માતા તેમજ પિતા બંનેની સહી કરવાની રહેશે. સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલી છે.
Download sefl daclaration for rte Gujarat 2024 Admission
Children studying in Government Anganwadi
જો તમારું બાળક સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે.
Aadhaar Card
અરજી સાથે બાળકનું તેમજ બાળકના માતા પિતાના લેટેસ્ટ આધાર કાર્ડ અપલોડ કરવા.
Application status
તમારી અરજીની સ્થિતિ જાણવા માટે નીચે લિંક આપેલી છે તેમાં તમારો અરજી નંબર અને બાળકની જન્મ તારીખ દાખલ કરો.
આર.ટી.ઈ. ગુજરાત માં 2024માં પ્રવેશ માટે તારીખ 26/03/2024 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ દરેક અરજીનું વેરિફિકેશન થયા બાદ જો તમારી અરજીમાં કઈ અધૂરી માહિતી હશે તો તમને એસ.એમ.એસ.થી માહિતગાર કરવામાં આવશે અને અરજી સુધારવા માટે એક તક આપવામાં આવશે.
દરેક અરજીઓ વેરીફાય થઇ ગયા પછી પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવશે. જો તમારા બાળકને આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ મળશે તો તમારા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એસ.એમ.એસ.થી જાણ કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ એપ્રિલ મહિનાની 5 થી 10 તારીખની વચ્ચે આવી શકે છે. જયારે પ્રથમ રાઉન્ડની જાહેરાત થશે ત્યારે અમારા તરફથી અમારી વૉટ્સઅપ ચેનલ મારફત જાણ કરવામાં આવશે.
આર.ટી.ઈ. તેમજ અન્ય સરકારી યોજનાઓની માહિતી વોટ્સએપ પર મેળવવા માટે અમારી વૉટ્સએપ ચેનલ જોઈન કરો