RTE Gujarat Admission 2023 : RTE પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો જેમના એડમિશન કંફર્મ થયા છે તમને એડમિશન લેમ માટે આવતી કાલ છેલ્લો દિવસ હોઈ વાલીએ અસલ આધાર પુરાવા સાથે શાળામાં પ્રવેશ મેળવી લેવો પડશે.
- RTE પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ મેળવવા માટેનો પ્રથમ રાઉન્ડનો આવતીકાલે છેલ્લો દિવસ
- પ્રથમ રાઉન્ડના પ્રવેશ અંગે વાલીને SMS થી જાણ કરવામાં આવી
- શનિવાર સુધીમાં જે તે શાળામાં ઓરિજિનલ પુરાવા સાથે રૂબરૂ પ્રવેશ મેળવી લેવો પડશે
RTE Gujarat Admission 2023 : RTE માં પ્રવેશ મેળવવા માટેનો આવતીકાલે છેલ્લો દિવસ
શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહેલી RTE અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ માટે આવતી કાલ સુધીમાં વાલીએ અસલ આધાર પુરાવા સાથે શાળામાં પ્રવેશ મેળવી લેવો પડશે. આરટીઇ હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશ અંગે વાલીને SMS થી જાણ કરવામાં આવી છે. જે વિદ્યાર્થી એડમિશનને પાત્ર છે તે તમામ વિદ્યાર્થીએ આવતી કાલે શનિવાર સુધીમાં જે તે શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ મેળવી લેવો પડશે.
વાલીને કોઈ પણ મુશ્કેલી હોય તો જીલ્લા કચેરીનો સંપર્ક કરવો
આ સંદર્ભે વાલીને કે શાળાને કોઈ મુશ્કેલી હોય તો જિલ્લા કચેરી પર સંપર્ક કરવાનો રહેશે. જે વાલીને પ્રવેશ અંગે મેસેજ નથી મળ્યો તેઓ આરટીઇ પોર્ટલ પર અરજીની સ્થિતિના મેનુ પર જઇ વિદ્યાર્થીનો એપ્લિકશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી ચકાસણી કરી શકશે. જે વાલીને પ્રવેશ નથી મળ્યો એ વાલીને ૧૩ મે પછી બીજા રાઉન્ડ પહેલાં ખાલી રહેલી જગ્યા ઉપર ફરીથી પસંદગીની તક આપ્યા બાદ બીજો પ્રવેશ રાઉન્ડ બહાર પાડવામાં આવશે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે વિભાગને કુલ ૯૮,૫૦૧ જેટલી અરજી પ્રાપ્ત થઈ
પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેતી જગ્યા ઉપર વધુમાં વધુ નબળા અને વંચિત જૂથનાં બાળકને પ્રવેશ આપી શકાય તે માટે જે બાળકને પ્રવેશ ફાળવવામાં નથી આવ્યા તેવા અરજદારનાં બાળકને બીજા રાઉન્ડ પૂર્વે શાળાની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે. ત્યાર બાદ બીજા રાઉન્ડની પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સરકાર દ્વારા આરટીઇ હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. આરટીઇ હેઠળ ખાનગી પ્રાથમિક શાળામાં ૨૫ ટકા પ્રમાણે બાળકને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે વિભાગને કુલ ૯૮,૫૦૧ જેટલી અરજી ઓનલાઈન પ્રાપ્ત થઈ હતી. જેમાંથી ૬૮,૧૩૫ જેટલી અરજી માન્ય ઠેરવવામાં આવી હતી.