RTE Gujarat 2nd Round | 25મી મે પહેલા પૂરું કરો આ કામ

You are currently viewing RTE Gujarat 2nd Round | 25મી મે પહેલા પૂરું કરો આ કામ
RTE Gujarat 2nd Round

RTE Gujarat 2nd round : RTE Gujarat 2023-24 ના રિઝલ્ટ નો પ્રથમ રાઉન્ડ તારીખ 5મી મેં 2023 ના રોજ ડિકલેર થઇ ચુક્યો છે. જો તમારા બાળકનું એડમિશન પ્રથમ રાઉન્ડ માં શક્ય બન્યું નથી તો તમે જે સ્કૂલ પસંદ કરી છે તે સ્કૂલ બદલવા માટે તારીખ 23મી મે થી 25 મી મે એમ ત્રણ દિવસ સ્કૂલ બદલવા માટે આપ્યા છે જે પ્રક્રિયા પૂર્ણ થયા પછી 25 મી મે ની આજુ બાજુ બીજા રાઉન્ડ નું પરિણામ આવી શકે છે.

RTE Gujarat 2nd Round | 25મી મે પહેલા પૂરું કરો આ કામ

તો જો તમારા બાળકનું પ્રથમ રાઉન્ડ માં તમે જે સ્કૂલ પસંદ કરી હતી તેમાં એડમિશન નથી થયું તો તમને હજુ એક તક આપવામાં આવે છે જેમાં તમે તમારા બાળકની સ્કૂલ માં ફેરફાર કરી શકો છો અને જે સ્કૂલ માં જગ્યા ખાલી છે તે સ્કૂલ પસંદ કરી શકો છો આમ કરવાથી તમારા બાળકનું બીજા રાઉન્ડ માં એડમિશન શક્ય બની શકે છે

RTE Gujarat 2nd round 25મી મેં 2023 ની આજુ બાજુ આવે તેવી શક્યતા રહેલી છે. જો તમારા બાળક ની અરજી સ્વીકાર્ય થઇ ગઈ છે અને તમારા બાળક નો પ્રથમ રાઉન્ડ માં પ્રવેશ શક્ય નથી બન્યો તો ચિંતા કરવાની જરૂર નથી.

RTE Gujarat 2nd Round
RTE Gujarat 2nd Round

RTE Gujarat 2nd round માં સ્કૂલ નું સિલેક્શન કઈ રીતે કરશો

તો હવે જયારે RTE Gujarat 2nd round આવે ત્યારે તમને તમારી અરજી માં ફરીથી સ્કૂલ સિલેક્ટ કરવાની તક આપવામાં આવશે જેમાં તમારે તમારા બાળક ના પ્રવેશ માટે ફરીથી સ્કૂલ નું સિલેક્શન કરવું પડશે અને તે સ્કૂલ માં જગ્યા હશે તો તમારા બાળક ને તે સ્કૂલ માં એડમિશન આપવામાં આવશે. અને જો તમે સિલેક્ટ કરેલી સ્કૂલ માં RTE Gujarat 2nd round માં પણ તમારા બાળકનું એડમિશન શક્ય નથી બનતું તો તમારે ત્રીજા રાઉન્ડ ની રાહ જોવી પડશે.

જો તમારા બાળક નું એડમિશન RTE Gujarat Admission 2023-24 1st Round માં કંફર્મ નથી થયું તો તમને RTE Gujarat 2nd round માં પણ તક આપવામાં આવશે. RTE Gujarat 2nd round ડિક્લેર થાય તે પહેલા તમને એક વાર સ્કૂલ બદલવાની તક આપવામાં આવશે. જેમાં તમારે નવેસરથી સ્કૂલનું સિલેક્શન કરવાનું રહેશે, સ્કૂલ સિલેક્ટ કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું

  • તમે જે સ્કૂલ સિલેક્ટ કરો છો તે સ્કૂલ તમારા રહેઠાણ થી 5 થી 6 કિલોમીટરના વિસ્તાર માં જ હોવી જોઈએ .
  • તમે જે સ્કૂલ સિલેક્ટ કરો છો તે સ્કૂલ માં કેટલી સીટ બાકી છે તે ખાસ ચેક કરી લેવું. તમે જયારે સ્કૂલ સિલેક્ટ કરો છો ત્યારે સ્કૂલના નામ ની બાજુમાં તે સ્કૂલ માં કેટલી સીટ ભરવાની છે તે સંખ્યા બતાવે છે તો ખાસ આ વાત નું ધ્યાન રાખવું જેથી તમારા બાળક નું એડમિશન બીજા રાઉન્ડ માં થઇ શકે
  • સ્કૂલ સિલેક્ટ કરવા માટે કોઈ ખાસ સંખ્યા આપવામાં આવી નથી તમે 5/10/15 કે તેથી વધુ સ્કૂલ પણ સિલેક્ટ કરી શકો છો.