One Nation One Ration Card Yojana Gujarat Benefit and Document

You are currently viewing One Nation One Ration Card Yojana Gujarat Benefit and Document

જો તમે કામ કરવા અથવા અન્ય કોઈ કારણોસર તમારા ઘરથી દૂર રહેતા હોય અને તમારું રાશન કાર્ડ ગામના સરનામે હોય અને જેથી તમારે દર મહિને રાશન લેવા માટે તમારે ગામડે જવું પડતું હોય તો હવે તેની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હવે સરકારે વન નેશન વન રાશન કાર્ડ યોજના (One Nation One Ration Card Yojana) લાગુ કરી છે જેમાં તમે ભારતભરમાં કોઈપણ જગ્યાએથી તમારું રાશન મેળવી શકો છો.

તો આજના આર્ટિકલ માં અમે તમને જણાવીશું કે વન નેશન વનરાશન કાર્ડ યોજના (One Nation One Ration Card Yojana) શું છે?, આ યોજનામાં લાભ કેવી રીતે લેવો, લાભ કોણ લઈ શકે, તેના ફાયદા અને યોજના માટે અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.

વન નેશન વન રેશનકાર્ડ યોજના શું છે? – One Nation One Ration Card Yojana In Gujarati

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ રાશનકાર્ડમાં દેશભરમાં વન નેશન વન રાશન યોજના (One Nation One Ration Card Yojana) લાગુ કરવામાં આવી છે આ યોજના હેઠળ NFSA રાશનકાર્ડ ધારકોને આવરી લેવામાં આવ્યા છે જેની મદદથી રેશનકાર્ડ ધારકો દેશમાં ગમે ત્યાંથી તે રાશન મેળવી શકે છે. આ યોજના ઓગસ્ટ 2019 માં માત્ર ચાર રાજ્યો થી શરૂ કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2022 સુધીમાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યોજના ચાલુ છે.

ભારતભરમાં લાભાર્થીઓ કોઈપણ વ્યાજબી ભાવની દુકાનમાં જઈને ડીલરની સાથે કોન્ટેક્ટ કરી તેમનો રેશનકાર્ડ નંબર અથવા આધાર નંબર લીંક કરી શકે છે. પરિવારની કોઈપણ વ્યક્તિ જેમની રેશનકાર્ડમાં આધાર નંબર લીંક છે તે આ યોજનાનો લાભ લઈ શકે છે અને તેની મદદથી રાશન લઈ જઈ શકે છે.

વન નેશન વન રેશનકાર્ડ યોજનાના ફાયદા

આ યોજના તમામ NFSA રેશનકાર્ડ ધારકોને ખાસ કરીને સ્થળાંતર લાભાર્થીઓને બાયોમેટ્રિક અથવા આધાર ઓથેન્ટીકેશન સાથે વર્તમાન રેશનકાર્ડ દ્વારા કોઈપણ ભારતભરમાં કોઈપણ વ્યાજબી ભાવની દુકાન ઉપર જઈને સંપૂર્ણ તથા અથવા આંશિક અનાજ મેળવવાનું મંજૂરી આપે છે.

  • આ યોજના હેઠળ લાભાર્થી પોતાની મનપસંદ વાજબી ભાવની દુકાન પણ પસંદ કરી શકે છે.
  • આ યોજના હેઠળ સિસ્ટમ તેમના પરિવારોના સભ્યોને ઘરે પાછા જઈને બાકીનું અનાજ લેવા માટે પણ પરવાનગી આપે છે જો એવું કોઈ પરિવારને કરવું હોય તો.

વન નેશન વન રેશનકાર્ડ નો લાભ કોણ લઈ શકે છે ?

રાષ્ટ્રીય અને સુરક્ષા અધિનિયમ હેઠળ 2013 માં આવરી લેવામાં આવેલ તમામ રેશનકાર્ડ ધારકો અથવા લાભાર્થીઓને આ યોજના નો લાભ લઈ શકે છે.

One Nation One Ration Card Yojana જરૂરી દસ્તાવેજો

  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ (રેશનકાર્ડ સાથે લીંક હોવું જોઈએ)

વન નેશન વન રેશનકાર્ડ યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • રસ ધરાવતા રાશનકાર્ડ ધારક રાશનકાર્ડ સાથે લઈને નજીકની વ્યાજબી ભાવની દુકાન ઉપર જવાનું રહેશે.
  • લાભાર્થી દેશભરમાં કોઈપણ વ્યાજબી ભાવની દુકાનના ડીલરને તેમનો રેશનકાર્ડ નંબર અથવા આધાર નંબર લીંક કરાવી શકે છે.
  • પરિવારના કોઈ પણ વ્યક્તિ જેમણે પોતાના રાશનકાર્ડમાં આધાર કાર્ડ નંબર લીંક કર્યો છે તે આ પ્રોસેસ કરી શકે છે અને રાશન ઉપાડી શકે છે. રાશન મેળવવા માટે રેશનકાર્ડ અથવા આધારકાર્ડને ડીલરને આપવાની જરૂર નથી.
  • લાભાર્થી રાશન મેળવવા માટે તેમની ફિંગર પ્રિન્ટ્સ અથવા આઇરિસ દ્વારા પ્રમાણિકરણ કરીને રાશન મેળવી શકે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો -FAQs on One Nation One Ration Card Yojana

પ્રશ્ન 1: હું સુરતમાં રહું છું પણ મારો પરિવાર રાજસ્થાનમાં રહે છે, શું મારા પરિવારને રાજસ્થાનમાં રાશન મળી શકે છે?

જવાબ : હા, યોજના તમારા પરિવારને સમાન રાશન કાર્ડ પર રાશનનો દાવો કરવાની મંજૂરી આપે છે.

પ્રશ્ન 2: મારી ફાળવેલ વાજબી કિંમતની દુકાન (FPS), મને રાશન આપતી નથી. શું હું અન્ય કોઈપણ FPSમાંથી રાશનનો દાવો કરી શકું?

જવાબ :હા, જો તમારું આધાર રેશન કાર્ડમાં સીડ થયેલ હોય તો યોજનાઓ તમને અન્ય FPSમાંથી રાશનનો દાવો કરવાની મંજૂરી આપે છે.

પ્રશ્ન 3: વન નેશન વન રેશનકાર્ડ યોજના (One Nation One Ration Card Yojana) માટે કોણ લાભ લઈ શકે છે?

જવાબ :આ યોજનાનો લાભ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA), 2013 હેઠળ આવરી લેવામાં આવેલા તમામ પાત્ર રેશન કાર્ડધારકો અથવા લાભાર્થીઓ દ્વારા મેળવી શકાય છે.

પ્રશ્ન 4: જો હું NFSA લાભાર્થી છું તો મને કેવી રીતે ખબર પડશે?

જવાબ : તમે https://nfsa.gov.in/portal/ration_card_state_portals પર તપાસ કરી શકો છો