Gyan Sadhana Scholarship Scheme Gujarat

You are currently viewing Gyan Sadhana Scholarship Scheme Gujarat
Gyan Sadhana Scholarship Scheme

ગુજરાત સરકારે નવી Gyan Sadhana Scholarship Scheme જાહેર કરી છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જેમાં જે વિદ્યાર્થીને મેરીટમાં આવશે તેને સ્કોલરશીપ મળશે
વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જે Gyan Sadhana Scholarship Scheme છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.

Gyan Sadhana Scholarship Scheme: આ યોજનાના અંતર્ગત કુલ 25 હજાર વિદ્યાર્થીઓને ધોરણ. 9-10માં વાર્ષિક 20 હજાર અને ધોરણ. 11-12માં વાર્ષિક રૂ. 25 હજાર શિષ્યવૃત્તિનીની સહાય આપવાની જોગવાઈ કરાઈ છે.

તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે

આ યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 સ્કોલરશીપ આપવામાં આવશે. તેમજ ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 સ્કોલરશીપ મળશે અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ આપવામાં આવશે. સ્કોલરશીપની રકમ ડીબીટીના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા થશે તેમજ ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત શાળામા સળંગ અભ્યાસ કરવો હોવો જરૂરૂ છે.

Read also : Vikram Sarabhai Shishyvruti Yojna – 2023

જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી આવા ગરીબ પરિવારના બાળકો કે જેમની ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. 1.20 લાખ કરતાં ઓછી અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખથી ઓછી હોય તેવા બાળકોનું શિક્ષણ કાર્ય આર્થિક મુશ્કેલીના કારણે અટકે નહીં તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના ભાગરૂપે Gyan Sadhana Scholarship Scheme અમલમાં મુકી છે. આ યોજનાના અંતર્ગત કુલ 25 હજાર વિદ્યાર્થીઓને ધોરણ. 9-10માં વાર્ષિક 20 હજાર અને ધોરણ. 11-12માં વાર્ષિક રૂ. 25 હજાર શિષ્યવૃત્તિનીની સહાય આપવાની જોગવાઈ કરાઈ છે. જેના માટે દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે અને તેના મેરીટમાં આવનારા વિદ્યાર્થીઓને લાભ મળશે.

Gyan Sadhana Scholarship Scheme
Gyan Sadhana Scholarship Scheme

શું જણાવ્યું છે પરિપત્રમાં

પરિપપત્રમાં જણાવ્યું છે કે, ધોરણ 1થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ- 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય.

તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, 2012 અન્વયે 6થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25 ટકાની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઇ હેઠળ સ્વનિર્ભ૨ શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવીને ધોરણ-8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય.

તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની આવક જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટીઈ એક્ટ, 2009ની કલમ 12 (1) (સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરિટના ધોરણે

રાજ્યમાં કાર્ય૨ત તમામ બોર્ડ સાથે સંલગ્ન રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ-9માં પ્રવેશ મેળવી ધોરણ-12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે ગુજરાત રાજ્યના આવા તેજસ્વી વિદ્યાર્થીઓને કોલરશીપ આપશે

Benefits of Gyan Sadhana Scholarship Scheme Gujarat

દર વર્ષે નવા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-9 થી 10 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ. 20,000 અને ધોરણ-11થી 12 સુધીના અભ્યાસ દરમ્યાન વર્ષિક રૂ. 25,000ની રકોલરશીપ આપવામાં આવશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર શૈક્ષણિક વર્ષમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા લેવામાં આવશે. જ્ઞાન સાધના સ્કોલરશીપનો લાભ મેળવવા માટે ધોરણ. 8માં અભ્યાસ કરતાં અથવા ધોરણ 8 ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવાની રહેશે. આ સ્કોલરશીપનો લાભ માત્ર એવા જ વિદ્યાર્થીઓ લઈ શકશે કે જેઓએ ધોરણ. 1થી 8નો સળંગ અભ્યાસ રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં જ કર્યો હશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે તા.11મી જૂનના રોજ પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા વિધાર્થીઓના ફોર્મ ભરવાના તા. 11મી મેથી ઓનલાઈન શરૂ થઈ જશે અને 26મી મે સુધી ભરી શકાશે. આ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની ફી શૂન્ય છે. જેથી એકપણ રૂપિયો ભરવાનો રહેશે નહીં, પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીના વાલીની ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. 1.30 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખ કરતા વધુ ન હોવી જોઈએ.