Documents Required for Ration Card in Gujarat 2023

You are currently viewing Documents Required for Ration Card in Gujarat 2023
Documents Required for Ration Card

Documents Required for Ration Card in Gujarat 2023 : રાશન કાર્ડ બનાવા માટે જરૂરી છે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને કેવી રીતે કરી શકે છે એપ્લાય

  • રાશન કાર્ડ બનાવવાનું થયું હવે સરળ થયું છે .
  • રેશન કાર્ડ બનાવવા માટે હવે ફક્ત આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે
  • જાણો કેવી રીતે કરી શકાય એપ્લાય

રાશન કાર્ડની મદદથી સરકાર પોતાના રાજ્યમાં રહેનારા ગરીબ પરિવારને રાશન પૂરું પડે છે. રાશન કાર્ડની મદદથી કોઈ પણ ગરીબને આસાનીથી રાશન મળી રહે છે. રાશન કાર્ડનો ઉપયોગ અનેક જગ્યાઓએ આઈડી પ્રૂફ માટે કરાય છે. જેમકે ગેસ કનેક્શન, ડ્રાઈવિંગ લાયસન્સ, આવકના દાખલ, જાતિના દાખલ, આયુષ્માન કાર્ડ બનાવવું વગેરે, એવામાં સરનામાના પુરાવા તરીકે પણ માન્ય રાખવામાં આવે છે. અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે રાશન કાર્ડ દરેક વ્યક્તિનું બની શકતું નથી. આવકની મર્યાદા હોય છે. જેમની સીમા અલગ અલગ રાજ્યમાં અલગ અલગ હોય છે. તમે પણ રાશન કાર્ડ બનાવવા ઈચ્છો છો તો આ આર્ટિકલ તમારા માટે છે.

રાશન કાર્ડ માટે કોણ અરજી કરી શકે ?

  • દેશના એ દરેક નાગરિક જેની પાસે ભારતની નાગરિકતા છે તે રાશન કાર્ડને માટે એપ્લાય કરી શકે છે.
  • 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના નામ માતા -પિતાના રાશન કાર્ડમાં જોડવામાં આવે છે.
  • જો તમારી ઉંમર 18 વર્ષથી વધારે છે તો તમે અલગ રાશન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો.

Documents Required for Ration Card : રાશન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • આધાર કાર્ડ
  • મતદાન કાર્ડ
  • એડ્રેસ પ્રૂફ (લીઈટબિલ અથવા ભાડા કરાર)
  • પરિવારના મુખ્ય સભ્યનો પાસપોર્ટ સાઈઝ 2 ફોટો
  • પાણી બિલ , ગેસ બિલ, , ફોનબિલ માંથી કોઈ પણ 1 બિલ
  • જન્મના દાખલ અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  • બેંક પાસસબુક
Documents Required for Ration Card
Documents Required for Ration Card

રેશન કાર્ડ માટે અરજી કેવી રીતે કરશો

  • ગુજરાત માં રાશન કાર્ડ માટે ફક્ત ઓફલાઈન જ એપ્લાય કરી શકાય છે
  • રેશન કાર્ડ માટે તમારે ફોર્મ ભરીને તમારા વિસ્તારના રાશન ડીલરને સબમિટ કરો.
  • અરજી માટે તમે આ કાર્ય સંબંધિત કોઈ પણ અધિકારીનો સંપર્ક કરી શકો છો.
  • રાશન કાર્ડનું ફોર્મ જમા કર્યા બાદ સ્લીપ લેવાનું ભૂલશો નહીં.
  • રાશન કાર્ડને માટે અરજી મૂલ્ય 5 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીનું હોય છે.
  • આવકના આધારે બનાવાય છે રાશન કાર્ડ

સામાન્ય રીતે 3 પ્રકારના રાશન કાર્ડ બને છે. ગરીબી રેખાથી ઉપરના લોકો માટે એપીએલ, ગરીબી રેખાની નીચે માટે બીપીએલ અને સૌથી ગરીબ પરિવાર માટે અન્ત્યોદય. આ કેટેગરી વ્યક્તિની વાર્ષિક આવક પર આધારિત હોય છે. આ સિવાય અલગ રાશન કાર્ડ પર સસ્તા દરે ચીજો મળે છે. તેમનું પ્રમાણ અલગ રહે છે. ગરીબી રેખા કે તેની નીચે અન્ત્યોદય યોજનાનું રાશન કાર્ડ બનાવવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ જમા કરવાના રહે છે.