e Nirman Card Gujarat । Benefits | Scholarship | Registration Process

Follow Us

ગુજરાત ઈ નિર્માણ : e Nirman Card Gujarat

ગુજરાત ઈ નિર્માણ : e Nirman Card Gujarat ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ  એક્ટ, 1996ની કલમ 18 હેઠળ કરવામાં આવી છે. મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ ચલાવવા માટે બોર્ડને સત્તા આપવામાં આવી છે.

રાજ્યમાં શ્રમયોગીઓના હિત માટેના કાર્યો કરવા બોર્ડને અધિકૃત કરવામાં આવેલ છે. યોજનાઓ અંતર્ગતના લાભ મેળવવા માટે, મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગીએ બોર્ડમાં પોતાને નોંધણી કરવાની જરૂર છે.

ગુજરાત ઈ નિર્માણ કાર્ડ પાત્રતા (e Nirman Card Gujarat Eligibility)

ઉમેદવારોની વય મર્યાદા 18 થી 60 વર્ષ.
છેલ્લા 12 મહિનામાં બાંધકામ કામદાર તરીકે 90 દિવસ કામ કર્યું હોય. 

ગુજરાત ઈ નિર્માણ કાર્ડ નોંધણીના લાભ (e nirman card Gujarat benefits in gujarati)

 • બોર્ડ દ્વારા અમલી તમામ કલ્યાણકારી યોજનાઓના લાભો નોંધાયેલા બાંધકામ કામદારો માટે ઉપલબ્ધ છે.
 • નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ બે પ્રસુતિ મર્યાદામાં પ્રત્યેક પ્રસુતિ માટે રૂપિયા 27,500/-ની સહાય.
  ધન્વંતરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર.
 • શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂપિયા 10/- માં પૌષ્ટિક ભોજન.
 • શિક્ષણ સહાય યોજના અંતર્ગત બે સંતાનોમાં દરેક સંતાનને રૂપિયા 500/- થી 40,000/- સુધીના સહાય.
 • શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના હેઠળ રૂપિયા 1,60,000/- અને હાઉસિંગ સબસીડી યોજના હેઠળ રૂપિયા 1,00,000/- લાખની સહાય.
 • આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત રૂપિયા 3,00,000/- અને અંત્યેષ્ટિ યોજના અંતર્ગત રૂ.7,000/-ની સહાય.
 • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ ઓજના હેઠળ દીકરીના નામે રૂપિયા 10,000/- ના (એફડી) બોન્ડ.
 • સ્થળાંતર કરતા બાંધકામ શ્રમિકના બાળકો માટે શ્રમિક વતનમાં જ હોસ્ટેલની સુવિધા.

ઈનિર્માણ કાર્ડ માટે કોણ કોણ નોંધણી કરાવી શકે છે ? (WHO CAN REGISTER FOR E-NIRMAN CARD ?)

નીચે દર્શાવેલા વ્યવસાયમાં કુશળ અને અર્ધકુશળ પ્રકારના કામ કરનાર ૧૮ થી ૬૦ વર્ષની મહિલાઓ તથા પુરુષ વ્યક્તિ બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી કરાવી શકે છે.

 • ચણતર કામ,
 • ચણતર કામ ના પાયા ખોદકામ,
 • ચણતરકામ ઈટો, માટી કે સામાન ઉપાડ કામ,
 • ધાબા ભરવાનું કામ,
 • સિમેન્ટ રેતી કોક્રિટ મિક્સર કરનાર, સાઈટ ઉપર નું મજૂરીકામ,
 • ટાઇલ્સ ઘસાઈકામ
 • પ્રિફેબ્રિકેટર કાંક્રીટ મોડ્યુલ્સ બનાવવા તથા બેસાડવા,
 • માર્બલ ટાઇલ્સ ફીટીંગ કામ,
 • બાંધકામ સાઇટ ઉપરના ફક્ત શારીરિક શ્રમથી થતા તમામ મજૂરીકામ,
 • પથ્થર કાપવા તથા બેસાડવા,
 • ટાઇલ્સ ધાબાના કટિંગ અને પોલિશિંગ,
 • ચુનો લગાડવાનું કામ,
 • લાકડા કામ જેમાં કલર કામ અને વર્નિશીંગકામ,
 • કામ ગટર અને પ્લમ્બિંગ કામ,
 • ઇલેક્ટ્રિશિયન નું કામ,
 • ગ્લાસ પેનલનું ઈન્સ્ટોલેશન જેવું કે કાચ કાપવા,
 • રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવા/બનાવવા,
 • ફાયર ફાયર ફાઈટર સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
 • ફીટીંગ અને કૂલિંગ સિસ્ટમ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગ,
 • લિફ્ટ ઈન્સ્ટોલેશન,
 • સિક્યુરિટી સિસ્ટમ અને દરવાજા ફેબ્રિકેશન અને ઇન્સ્ટોલેશન,
 • ગ્રીલ બારી દરવાજાનું ફેબ્રીકેશન અને ઇન્સ્ટોલેશન,
 • રોટરીનું કન્સ્ટ્રકશન અને ફાઉન્ડેશનનું ઈન્સ્ટોલેશન,
 • વોટર હાર્વેસ્ટિંગ બાંધકામ,
 • ઇન્ટેરિયર વર્ક જેવા કે સુથારીકામ, ફોલ્સ સીલીંગ, લાઇટિંગ પ્લાસ્ટર ઓફ પેરિસ,
 • ઈંટો બનાવી, નળિયા બનાવવા,
 • સોલર પેનલ, સોલાર ગીઝર ઈન્સ્ટોલેશન,
 • કંસ્ટ્રક્શન અને ઈરેક્શન જેવા કે સાઈનેજ બોર્ડ , ફર્નિચર, બસ ડેપો સિગ્નલિંગ સિસ્ટમ,
 • સ્વિમિંગ પૂલ, ગોલ્ફ કોર્ષ જેવી રિક્રિએશન સગવડતાઓ બનાવી,
 • જાહેર બગીચાઓ અને જોગીંગ ટ્રેક બનાવવા,
 • ખાણ ખનીજ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો,
 • રેલવે, પુલો ઓવરબ્રિજ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો,

ઈ-નિર્માણ બાંધકામ શ્રમિકો માટેના વિવિધ લાભો. ( e Nirman Card Gujarat Benefits)

 • શ્રમિક અને અન્નપૂર્ણા યોજના
 • શિક્ષણ સહાય
 • પ્રસુતિ સહાય યોજના
 • મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
 • બાંધકામ શ્રમિકો માટે મેડિકલ હેલ્થ યુનિટ (ધન્વંતરિ આરોગ્ય રથ)
 • વ્યવસાયિક રોગોમાં સહાય
 • આકસ્મિક મૃત્યુ સહાય યોજના
 • અંત્યેષ્ટિ સહાય યોજના
 • શ્રી નાનાજી દેશમુખ સહાય યોજના
 • સ્થળાંતરિત થતાં બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ સુવિધા યોજના
 • શ્રમિક પરિવહન યોજના
 • હાઉસિંગ સબસિડી યોજના
 • વૃદ્ધાવસ્થા દરમ્યાન પેંશન સહાય
 • કોરોના કવચ યોજના
 • બેટરી ઓપરેટર ટૂ વિલર યોજના

ઇ નિર્માણ કાર્ડ નોંધણી માટેના પુરાવા. (e nirman card Gujarat Documents Require)

 • આધારકાર્ડ
 • વ્યવસાય અને આવકનું પ્રમાણપત્ર
 • મોબાઇલ નંબર
 • છેલ્લા 12 મહિના માં ઓછામાં ઓછા 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામ કર્યા અંગેનું પ્રમાણપત્ર
 • બેન્કની વિગત
 • વારસદારની વિગત
 • અભ્યાસની વિગત
 • ઉંમરનો પુરાવો
 • ઓળખનો પુરાવો

સત્તાવાર વેબસાઇટ: https://enirmanbocw.gujarat.gov.in/

ગુજરાત ઈ-નિર્માણ કાર્ડ મોબાઈલ એપ

હાલમાં ઈ-નિર્માણ મોબાઈલ એપ લાભાર્થીઓને 2 યોજનાઓ, બાંધકામ કામદાર આઇકાર્ડ નોંધણી માટે અરજી કરવાની મંજૂરી આપશે. કન્સ્ટ્રકશન વર્કર અને ITI સ્ટુડન્ટ માટે ઈલેક્ટ્રીક 2 વ્હીલર સબસીડી સ્કીમ.

મુખ્યમંત્રીએ કહ્યું કે આવા અસંગઠિત ક્ષેત્ર / બાંધકામ કામદારોના કામદારોની ઓનલાઈન નોંધણી માટે પહેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ પ્રક્રિયા પણ ઇન-હાઉસ GIPL દ્વારા હાથ ધરવામાં આવી હોવાથી તેમણે અભિનંદન પણ પાઠવ્યા હતા.

મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો 

Follow Us

This Post Has 4 Comments

 1. Gori rubina i

  આ યોજના ની શરૂઆત ક્યારથી થઈ?

 2. Genabhai shakrabhai parmar

  Bika mate sahay 30/

 3. bunty

  તમારો આભાર ઈ નિર્માણ કાર્ડ વિશે આવી મહત્વપૂર્ણ માહિતી અમારી સાથે શેર કરવા માટે.

Comments are closed.