Shri Nanaji Deshmukh Awas Yojana : 1,60,000/- Subsidy

You are currently viewing Shri Nanaji Deshmukh Awas Yojana : 1,60,000/- Subsidy

શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના (Shri Nanaji Deshmukh Awas Yojana) ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારની સલામતી અને સામાજિક સુરક્ષા વધે, તેમનું સ્થળાંતર અટકે કાર્યક્ષમતા વધે અને સેનિટેશન સાથેના પાકા મકાનની સુવિધા પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં છે.

આજે દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે, તે તેમનું પોતાનું ઘરનું ઘર ઘરાવતો હોય, ઘરના ઘરનું સપનું પુરૂ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા પંડીત દિનદયાળ ઉપાઘ્યાય આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી વિવિઘ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.

આજે આપણે શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના (Shri Nanaji Deshmukh Awas Yojana) વિષે જાણીશું. આ યોજનાનો હેતુ શું છે ? આ યોજનામાં કોણ અરજી કરી શકે ? અરજી કરવામાટે ની પાત્રતા શું છે તેમજ આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડશે તે બાબતો વિષે આ આર્ટિકલ માં સમજ આપવામાં આવી છે.

Nanaji Deshmukh Awas Yojana

સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.૦૪/૦૯/૨૦૧૪ ના ઠરાવ ક્રમાંક બજટ / ૧૩૨૦૧૪ /૪૬૨૯૩૧ / મ-૩ થી બાંધકામ શ્રમિકો માટે “શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના” (Shri Nanaji Deshmukh Awas Yojana) બહાર પાડવામાં આવેલ છે.

ઉક્ત યોજના ફક્ત શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા/શહેરી વિકાસ સત્તા મંડળ તથા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અન્વયે EWS/LIG મકાન ફાળવવામાં આવેલ હોય તેવા અત્રે બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને કુટુંબદીઠ એકવાર આ શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના યોજનાનો લાભ આપવામાં આવે છે.

શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના (Shri Nanaji Deshmukh Awas Yojana) અન્વયે બાંધકામ શ્રમિકની અત્રેના બોર્ડમાં નોંધણી થયા બાદ જો નોંધાયેલા બાંધકામ શ્રમિકને ઉક્ત દર્શાવેલ સંસ્થાઓ પૈકીની કોઈ એક સંસ્થામાંથી EWS/LIG યોજના પૈકી મકાન ફાળવણી થયેથી રૂ.૧,૬૦,૦૦૦ ની સહાય લાભાર્થીને આપવામાં આવે છે.

આપણા દેશમાં ઘણા બાંધકામ શ્રમિકો રોજગારની શોધમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવાસ કરે છે અને સ્થળાંતરનું આ એક મોટું કારણ છે, આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગુજરાત નાનાજી દેશમુખ આવાસ યોજના શરૂ કરી છે. ગરીબી રેખા નીચે અને ગરીબી રેખા ઉપરના બાંધકામ કામદારોને પાકાં મકાનો આપવામાં આવશે.

ગુજરાત નાનાજી દેશમુખ આવાસ યોજનાના ઉદેશો : Objectives of Gujarat Nanaji Deshmukh Awas Yojana

ગુજરાત સરકારશ્રી ના શ્રમ અને રોજગાર વિભાગ બાંધકામ શ્રમિકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. જેનાથી શ્રમિકોના જીવનમાં આવતી અસ્થિરતાને ટાળી શકાય તેમજ તેઓને મુખ્યપ્રવાહ સાથે જોડીને રાખી શકાય તેમજ તેમને સલામતી અને સુરક્ષા આપી શકાય. તેમજ આર્થિક ભારણ અટકાયત કરી શકાય.

  • ગરીબી રેખાથી ઉપરના બાંધકામ મજૂર પરિવારોની સુરક્ષા અને સામાજિક સુરક્ષામાં વધારો કરવો.
  • બાંધકામ કામદારોનું સ્થળાંતર અટકાવવું પડશે.
  • કામદારોની કાર્યક્ષમતા વધારવા માટે.
  • બાંધકામ કામદારોને સ્વચ્છતા માટે પાકાં મકાનો આપવા પડશે.

નાનાજી દેશમુખ આવાસ યોજનાની પાત્રતા :Eligibility of Nanaji Deshmukh Housing Scheme

શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના (Shri Nanaji Deshmukh Awas Yojana) હેઠળના નિયમો અને પાત્રતા નીચે મુજબ છે.

  • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં બાંધકામ શ્રમિક તરીકે નોંધાયેલો હોવો જોઈએ અને,તેઓ પાસે બાંધકામ બોર્ડ તરફથી આપવામાં આવેલું બાંધકામ શ્રમિક તરીકેનું પૂરી વિગતો સાથેનું ઓળખકાર્ડ ઘરાવતો હોવો જોઈએ. અને,
  • બોર્ડની કચેરીમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને ગુજરાત હાઉસિંગ બોર્ડ/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તથા શહેરી વિકાસ સત્તામંડળ તરફથી EWS/LIG મકાન ફળવાયેલું હોવું જોઈએ.
  • બોર્ડની કચેરીમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને પોતાના અથવા તેના કુટુંબ ના કોઈ પણ સભ્યના નામે મકાન ન હોવું જોઇએ.
  • બાંધકામ બોર્ડમાં નોંધાયેલો બાંધકામ શ્રમિકને અત્રેની કચેરીમાં નોંધણી કરાયા પહેલા ઉક્ત જણાવેલ કોઈ પણ સંસ્થા પૈકી મકાન ફાળવવામાં આવે તો તેઓને ઉક્ત યોજના હેઠળ સહાય મળવાપાત્ર નથી.
  • જે નોંધાયેલા બાંધકામ શ્રમિક તથા તેઓના કુટુંબ ના સભ્યના નામે કોઈ પણ મકાન અથવા માલ-મિલકત ન હોય તેવા બાંધકામ શ્રમિકને જ ઉક્ત યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • ઉક્ત પુરાવા તથા સ્થળ તપાસ તથા બાંધકામ શ્રમિકની આર્થિક પરિસ્થિતિ નો તાગ મેળવ્યા બાદ જ અરજદારની મકાન સહાયની અરજી મંજુર કરવામાં આવે છે
  • ગરીબી રેખાથી ઉપરના અને ગરીબી રેખાના કામદારોનો સમાવેશ કરવામાં આવશે.
  • નાનાજી દેશમુખ આવાસ યોજના લાભ માત્ર ગુજરાતના બાંધકામ બોર્ડમાં નોંધાયેલો બાંધકામ શ્રમિકને જ મળશે.
  • લાભો મેળવવા માટે શ્રમિક ગુજરાત બિલ્ડીંગ અને અન્ય બાંધકામ મજૂરોએ કલ્યાણ બોર્ડમાં બાંધકામ મજૂર તરીકે નોંધણી કરાવવી આવશ્યક છે.
  • જો મજૂરને નોંધણી પહેલા આવાસ ફાળવવામાં આવ્યું હોય તો તે આ આવાસ યોજના હેઠળ પાત્ર રહેશે નહીં.

નાનાજી દેશમુખ આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો : Required Documents for Nanaji Deshmukh Housing Scheme

  • મકાનનો ફાળવણી પત્ર
  • મકાનનો હપ્તા ભરવા અંગેનો પત્ર
  • આઈ ડી પ્રૂફ ( આધાર કાર્ડ )
  • ભાડા કરાર ની નકલ
  • લાભાર્થી તરીકેનું ઓળખકાર્ડ (E-Nirman Card)
  • સરનામાનો પુરાવો
  • એફિડેવિટ (Download Affidavit format in PDF)
  • બેંક પાસબુક
  • મોબાઇલ નંબર
  • કુટુંબના સભ્યોની વિગત

નાનાજી દેશમુખ આવાસ યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? : How to apply online for Nanaji Deshmukh Awas Yojana?

  • નાનાજી દેશમુખ આવાસ યોજના માટે અરજી કરવા માટે, અરજદારે પહેલા ગુજરાત સન્માન પોર્ટલની મુલાકાત લેવી આવશ્યક છે. (અરજી ફક્ત ઓનલાઇન જ કરવાની રહેશે )
  • પોર્ટલ પર લૉગિન કરવું આવશ્યક છે, જો પહેલેથી નોંધાયેલ ન હોય તો નોંધણી કરવા માટે અહીં ક્લિક કરો.
  • લોગિન અને નોંધણી કર્યા પછી, તમારે ડેશબોર્ડમાંથી નાનાજી દેશમુખ આવાસ યોજના પસંદ કરવી પડશે.
  • હવે તમારે સ્કીમ સંબંધિત તમામ માહિતી મેળવવાની રહેશે
  • છેલ્લે તમારે ઉપરોક્ત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • ચકાસણી પૂર્ણ થયા પછી તમારા ખાતામાં ભંડોળ મોકલવામાં આવશે.

Frequently Asked Questions about Nanaji Deshmukh Awas Yojana

શ્રી નાનાદેશમુખ આવાસ યોજનાનો લાભ મેળવવા માટે આવક-મર્યાદા નિર્ધારીત કરેલ છે?

ના, કોઈ આવક-મર્યાદા નિર્ઘારીત કરેલ નથી.

Shri Nanaji Deshmukh Housing Yojana યોજના હેઠળ કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે?

સભ્ય-સચિવ; ગુજરાત મકાન અને બાંઘકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ
સરનામું:શ્રમભવન-કમ્પાઉન્ડ,ગનહાઉસની,બાજુમાં, રૂસ્‍તમ કામા રોડ, ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧

શ્રી નાનાદેશમુખ આવાસ યોજના-ગુજરાત હેઠળ મળવાપાત્ર સહાય લાભાર્થીને સીઘી મળે છે?

ના, મંજૂર થયેલ સહાય બોર્ડની કચેરીમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને ગુજરાત હાઉસિંગ બોર્ડ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા શહેરી વિકાસ સત્તામંડળ પૈકી જે સત્તા મંડળ તરફથી ફળવાયેલ હોય તેના હવાલે મુકવામાં આવે છે.

યોજનાની સત્તાવાર વેબસાઇટ શું છે

https://sanman.gujarat.gov.in/