E Nirman Card Scholarship | શ્રમયોગી શિક્ષણ સહાય યોજના | PDF Form Download : રાજયમાં બાંધકામ શ્રમયોગી કામદારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોના કુટુંબના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ અને રૂચિ વધે તથા શિક્ષણક્ષેત્રે આગળ વધી ઉચ્ચપદ મેળવી ઉજજવળ ભવિષ્યનું નિર્માણ કરે તે હેતુથી નોંધાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને શિક્ષણ સહાય પ્રતિવર્ષ આપવામાં આવે છે
E Nirman Card Scholarship | શ્રમયોગી શિક્ષણ સહાય યોજના
આગામી સને 2023-24ના શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરતાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોના બે બાળકો સુધી આ શૈક્ષણિક સહાય મેળવવા પ્રવેશ મેળવ્યા તારીખ, શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ત્રણ માસ (90 દિવસ)માં નિયત નમૂનામાં ફોર્મમાં/અરજી કરવાની રહેશે. બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના (E Nirman Card Scholarship) માં જે શ્રમિકોના બાળકો ધોરણ-1 થી 5 અભ્યાસ કરે છે. 1800 રૂપિયા અભ્યાસ સહાય તથા ધોરણ-6 થી 8 માં અભ્યાસ કરતાં બાળકોને 2400, ધોરણ-9 થી 10 મા અભ્યાસ કરતાં બાળકોને 8000 તથા ધોરણ 11 થી 12 માં અભ્યાસ કરતાં બાળકોને 10000 તથા હોસ્ટેલ સહાય આપવામાં આવે છે.
E Nirman Card Scholarship
ક્રમ | ધોરણ | સહાયની રકમ |
1 | ધોરણ 1 થી 5 | Rs.. 1800/- |
2 | ધોરણ 6 થી 8 | Rs. 2400/- |
3 | ધોરણ 9 થી 10 | Rs. 8000/- |
4 | ધોરણ 11 થી 12 | Rs. 10000/- |
5 | B.A, B.Com, B.Sc., BBA, LLB Etc. | Rs. 10000/- |
6 | MA, M.Com. M.Sc., MSW | Rs. 15000/- |
7 | MCA, MBA | Rs. 25000/- |
8 | Diploma Cource (After 10) | Rs. 15000/- |
9 | MBBS, MD, Dental (After 12th) | Rs. 25000/- |
10 | ઉચ્ચ શિક્ષણ ના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્ષ – ફાર્મસી, એગ્રિકલચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ વિગેરે | Rs. 50000/- સુધી |
11 | ઉચ્ચ શિક્ષણ ના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્ષ | Rs. 50000/- સુધી |
E Nirman Card Scholarship | શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાનો ઉદ્દેશ
બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી સહાય મેળવીને પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે આ યોજનાનો ઉદ્દેશ છે. બાંધકામ શ્રમયોગીના પત્નીને પણ હવેથી આ યોજના હેઠળ શિક્ષણ સહાય મળવા પત્ર છે. (વય મર્યાદા – ૩૦ વર્ષ)
E Nirman Card Scholarship | શ્રમયોગી શિક્ષણ સહાય યોજના
બે બાળકો તથા બાંધકામ શ્રમિકના પત્ની (વય મર્યાદા ૩૦ વર્ષ સુધી)
- શિક્ષણ સહાય માટે સત્ર શરૂ થયા તારીખથી/ એડમિશન લીધા તારીખથી ૯૦ દિવસ(૩ માસમાં) ઓનલાઇન અરજી કરવાની રહેશે
- જો હોસ્ટેલમાં પ્રવેશ લીધેલ હોય તો હોસ્ટેલના સંબંધિત રેકટર/વોર્ડન/વડાનું પ્રમાણપત્ર પણ બીડવાનું રહેશે.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં અરજી કરવા માટે જરૂરી પુરાવા
- નિયત નમૂના મુજબનું શાળાનું બોનાફાઈડ સર્ટિફિકેટ
- બાળકના આધાર કાર્ડની નકલ
- વિદ્યાર્થીના ગત વર્ષના પરિણામની નકલ
- વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- લાલ ડાયરીનું કાર્ડ (ઈ-નિર્માણ કાર્ડ)
- વિદ્યાર્થીના પિતાની બેન્ક પાસબુક
- વિદ્યાર્થીના પિતાનું આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- ધોરણ 9 અને તેથી ઉપરના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સોગંદનામું (50/- ના સ્ટેમ્પ પેપર ઉપર)
- તમામ ડોક્યુમેન્ટ ઓરીજીનલ જ સ્કેન કરવા