Shram Yogi Prasuti Sahay Yojana | મહિલા બાંધકામ શ્રમિકોને પ્રથમ બે પ્રસુતિ દીઠ રુ. 5000/- ની ઉચ્ચક સહાય

You are currently viewing Shram Yogi Prasuti Sahay Yojana | મહિલા બાંધકામ શ્રમિકોને પ્રથમ બે પ્રસુતિ દીઠ રુ. 5000/- ની ઉચ્ચક સહાય
Shram Yogi Prasuti Sahay Yojana

Shram Yogi Prasuti Sahay Yojana | મહિલા બાંધકામ શ્રમિકોને પ્રથમ બે પ્રસુતિ દીઠ રુ. ૫૦૦૦/- ની ઉચ્ચક સહાય

Shram Yogi Prasuti Sahay Yojana નો ઉદ્દેશ

બાંધકામ વ્‍યવસાયમાં રોકાયેલ શ્રમયોગીને પ્રસુતિના ગાળા દરમ્‍યાન પૂરતા પોષણ આહાર અને આરામની અનિવાર્ય પણે જરૂર રહે છે. મહીલા શ્રમયોગી તથા તેના બાળકની તંદુરસ્‍તી અને આરોગ્‍ય માટે આ ગાળા દરમ્‍યાન આર્થિક રાહત આપવાના હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

Shram Yogi Prasuti Sahay Yojana માં સહાય

મહિલા બાંધકામ શ્રમિકોને પ્રથમ બે પ્રસુતિ દીઠ રુ. ૫૦૦૦/- ની ઉચ્ચક સહાય આપવામાં આવે છે.

Shram Yogi Prasuti Sahay Yojana ના નિયમો

 • બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્‍યા બાદ જ આ યોજનાનો લાભ બાંધકામ મહિલા શ્રમિકને મળવાપાત્ર થશે, તેમજ નોંધણીની તારીખથી પ્રત્‍યેક વર્ષે નોંધણી તાજી (રીન્‍યુ) કરાવેલ હશે તેવા બાંધકામ મહિલા શ્રમિકને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 • મહીલા બાંધકામ શ્રમિકે પ્રસુતિના ત્રણ માસની અંદર નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
 • માત્ર મહીલા શ્રમિકોને જ આ સહાય મળવાપાત્ર થશે અને ૧૯ વર્ષથી વધુ વયની મહીલા બાંધકામ શ્રમિકોને જ મળવાપાત્ર થશે.
 • આ સહાય માત્ર બે પ્રસુતિ પૂરતી જ મળવાપાત્ર થશે. પ્રસુતિની સંખ્‍યા સંબંધમાં મહીલા બાંધકામ શ્રમિકે નિયત નમૂનામાં લેખિત બાંહેધરી રજૂ કરવાની રહેશે.
 • આ સહાય કસુવાવડના કિસ્‍સામાં પણ મળવાપાત્ર થશે.

કસુવાવડની વ્‍યાખ્‍યા

 • કસુવાવડ એટલે ગર્ભ રહ્યા પછી ૨૬માં અઠવાડિયા પહેલા અથવા તેટલી મુદત દરમ્‍યાન ગર્ભવતીનો ગર્ભપાત થાય તે પણ તેમાં ભારત ફોજદારી અધિનિયમ ૧૮૬૦ના ૪૫માં હેઠળ શિક્ષાપાત્ર હોય તેવી કોઇ કસુવાવડનો સમાવેશ થતો નથી.
 • બાળકના જન્‍મ સંબંધમાં દાકતરી પ્રમાણપત્ર અથવા જન્‍મ નોંધણીના સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અરજી સાથે બીડવાનું રહેશે. મૃત બાળક જન્‍મે અથવા કસુવાવડ થાય તો તેવા કિસ્‍સામાં દાકતરી પ્રમાણપત્રમાં તે મતલબનો સ્‍પષ્‍ટ ઉલ્‍લેખ કરવાનો રહેશે.

Shram Yogi Prasuti Sahay Yojana ની કાર્યપદ્ધતિ

 • અરજદારે નિયત નમુનામાં અરજી જે તે સંબંધિત જીલ્‍લાના નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્‍ય (ફેકટરી ઇન્‍સ્‍પેકટર) ને કરવાની રહેશે.
 • ઉપરોકત અધિકારી અરજીમાં દર્શાવેલ વિગતોની ચકાસણી અને ખરાઇ કરીને તેની અરજી મળ્યા તારીખથી દિન-૩૦ માં પોતાની ભલામણ સહીત અરજી ગુજરાત મકાન બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડના સચિવને મોકલી આપવાની રહેશે.
 • બોર્ડના સચિવશ્રી સદરહુ અરજીની વિગતો તથા અભિપ્રાય પરત્‍વે જરૂરી ચકાસણી કરી યોજના સહાય મંજુરી/નામંજુરી અંગેનો આખરી નિર્ણય કરશે.

Shram Yogi Prasuti Sahay Yojana માં અરજી કરવા માટે જરૂરી પુરાવા

 • બે પાસપોર્ટ સાઈઝના ફોટા ( પતિ, પત્ની અને બાળકના)
 • ઈ-નિર્માણ કાર્ડ ની ઝેરોક્સ
 • બાળકના જન્મ પ્રમાણપત્રની નકલ
 • કસુવાવડ અંગે પી.એચ.સી. માન્ય ડોકટરના પ્રમાણપત્રની નકલ/મમતા કાર્ડ
 • રેશનકાર્ડની નકલ
 • કેટલામી પ્રસુતિ છે તેનું ડોકટરનું પ્રમાણપત્ર / મમતા કાર્ડ
 • નમૂના મુજબનું સોગંદનામું
 • બેન્ક ખાતાની વિગત દર્શાવતી પાસબુક / કેન્સલ ચેક ની નકલ
 • આધાર કાર્ડ ની નકલ ( પતિ અને પત્ની બંનેની)
 • લાભાર્થી જે જગ્યાએ કામ કરે છે ત્યાંનું લખાણ ( કોન્ટ્રાકટરના લેટરપેડ ઉપર) (સાઇટનું નામ,કોન્ટ્રાક્ટરનું નામ, સરનામું, મોબાઈલ નંબર તમામ વિગતો દર્શાવેલ હોવી જરૂરી છે.)

બોનાફાઈટ સર્ટિફિકેટ નો નમૂનો અહીંથી ડાઉનલોડ કરો

Shram Yogi Prasuti Sahay Yojana Online Application

ઓનલાઇન અરજી કરવા માટે : https://sanman.gujarat.gov.in/