Pradhan Mantri Awas Yojana Form

Pradhan Mantri Awas Yojana Form

Table of Contents

લોકો Pradhan Mantri Awas Yojana Form લેવા માટે ઉતાવળા બન્યા

સુરત પાલિકાના વર્ષ 2022-23ના બજેટમાં 15 હજારથી વધુ આવાસો બનાવવા માટેની જોગવા‌ઇ કરવામાં આવી છે. ઘર વીહોણા લોકો માટે ઘર આપવાની વિવિધ યોજનામાં અત્યાર સુધીમાં હજારો લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે.

આગામી દિવસોમાં શહેરના જહાંગીરપુરા(808), વેસુ(540), ડિડોલી (63) અને ભીમરાડ (928) ખાતે ટોટલ 2388 આવાસ બનાવવા માટેની જાહેરાત કરવામા આવી છે.

આ ઉપરાંત આ આવાસ મેળવવા માટે બેંકમાંથી ફોર્મ મેળવવા માટેની પણ જાહેરાત થઈ છે. ફોર્મ વિતરણ કરવા માટેના પહેલા દિવસે Pradhan Mantri Awas Yojana Form લેવા માટે બેંક બહાર લાઈન લાગી ગઈ હતી.

Pradhan Mantri Awas Yojana Form

મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરમાં ભીમરાડ ખાતે સુમન સ્મિતમાં 928, ડિંડોલીમાં સુમન નુપુરમાં 63 અને વેસુ કેનાલ રોડ પર સુમન શિલ્પમાં 540 તથા જહાંગીરપુરાના સુમન મૈત્રીમાં 808 આવાસ બનાવવામા આવશે.

Pradhan Mantri Awas Yojana Surat 2023: ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે

36 ચોરસ મીટરનો એરિયા ધરાવતાં આ ફ્લેટની કિંમત 5.50 લાખ રૂપિયા અને 50 હજાર રૂપિયા ડિપોઝીટ નિર્ધારિત કરવામાં આવેલ છે.

ત્રણ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતાં લાભાર્થીઓ માટે આજથી મહાનગર પાલિકા દ્વારા ફોર્મ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જેને મેળવવા માટે બેંક બહાર લોકો લાઈન લગાવીને ઉભા રહી ગયા છે. આ ફોર્મ મેળવવા માટે 31 ડિસેમ્બર અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે.

Recent Post