સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના ભીમરાડ, ડિંડોલી, વેસુ અને જહાંગીરપુરા વિસ્તારમાં Pradhan Mantri Awas Yojana Surat 2023 હેઠળ 2339 આવાસો માટે અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે.
યોજનાનું નામ | સ્કીમ કોડ | આવાસનું સરનામું | આવાસોની સંખ્યા |
PMAY-EWS-II PHASE – 3,4,5 | 44 | “સુમન સ્મિત” ટી.પી.નં. 43(ભીમરાડ), ફા .પ્લોટ નં. 109, સિદ્ધિ એલિપ્સ પાસે, ભીમરાડ ગામની પાછળ, ભીમરાડ, સુરત. | 928 |
51 | “સુમન નૂપુર” ટી.પી.નં. 62(ડિંડોલી-ભેસ્તાન-ભેદવાડ), ફા .પ્લોટ નં. 173, રિજન્ટ પ્લાઝાની બાજુમાં, ડિંડોલી ગામ રોડ, ડિંડોલી, સુરત. | 63 | |
PMAY-EWS-II PHASE – 7 | 56 | “સુમન શિલ્પ” ટી.પી.નં. 13(વેસુ-ભરથાણા), ફા .પ્લોટ નં. 165+166, કેપિટલ ગ્રીન્સની સામે, વેસુ કેનાલ રોડ, ભરથાણા, સુરત. | 540 |
PMAY-EWS-II PHASE – 10 | 59 | “સુમન મૈત્રી” ટી.પી.નં. 46(જહાંગીરપુરા), ફા .પ્લોટ નં. 103, વિવેકાનંદ કોલેજની પાછળ, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પની બાજુમાં, જહાંગીરપુરા, સુરત. | 808 |
કુલ આવાસ | 2339 |
Pradhan Mantri Awas Yojana Surat form Last Date
- આ અરજી ફોર્મ તારીખ 01/12/2023 થી 31/03/2023 સુધીમાં કોટક મહિન્દ્રા બેંક ની શાખામાંથી 100/- રૂપિયા ભરી ને મેળવી લેવા
- ફોર્મ ભરીને જરૂરી પુરાવા સાથે તારીખ 31/12/2023 સુધીમાં કોટક મહિન્દ્રા બેન્ક ની શાખામાં જમા કરાવી દેવા.
- Pradhan Mantri Awas Yojana Surat 2023ના અરજી ફોર્મ કોટક મહિન્દ્રા બેન્ક ની કઈ કઈ શાખામાંથી મળશે તેનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો:
Document Require for Pradhan Mantri Awas Yojana Surat 2023
Pradhan Mantri Awas Yojana Surat 2023માં અરજી કરવા માટે નીચે મુજબના પુરાવા બી જરૂર પડે છે. અમુક કેસમાં નીચે આપેલા પુરાવા ઉપરાંત બીજા પણ પુરાવાની જરૂર પડે છે જેમકે વિધવાના કેસમાં પતિના મરણનો દાખલો જોઈએ અને છૂટાછેડાના કેસમાં ડિવોર્સ પેપરની જરૂર પડે છે. અમે અહીં કોમન લિસ્ટ આપ્યું છે.
- આધાર કાર્ડ ( પતિ પત્ની બંનેના)
- પાન કાર્ડ (પતિ પત્ની બંનેના)
- પાસપોર્ટ સાઈઝના ફોટા (પતિ પત્ની બંનેના)
- મોબાઈલ નંબર (પતિ પત્ની બંનેના)
- જાતિનો દાખલો ( જનરલ ને જરૂર નથી)
- રેશન કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- લાઈટબીલ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો
- ભાડા કરાર અથવા સંમતિ પત્ર
- વેરાબિલ અને બિલ ભર્યાની રસીદ
- આવકનો દાખલો અથવા ઇન્કમ ટેક્સ રિટર્ન
- બેન્ક પાસબુક અથવા સ્ટેટમેન્ટ
- કેન્સલ ચેક
- ફેમેલી ફોટો 4 બાય 6 ઇંચ ની સાઇઝનો
- 20000/- “SURAT MUNICIPAL CORPORATION ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ
Pradhan Mantri Awas Yojana EWS 2 Surat માં અરજી કરતા પહેલા પુરાવા કેવી રીતે તૈયાર કરવા ?
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરતા પહેલા નીચે આપેલ પુરાવા ચકાસો
પાન કાર્ડ / આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ આ બધા પુરાવામાં નામ,જન્મ તારીખ અને સરનામાં એકસરખા છે કે નહિ ?
ભાડા કરાર: ભાડા કરારની સાથે મકાનમાલિક તથા ભાડુઆતના ફોટા અને આધાર કાર્ડ હોવા જરૂરી છે. અને ભાડા કરાર બિફોરમી નોટરી હોવો જોઈએ, અને ભાડા કરાર ની મુદત પુરી થયેલ ના હોવી જોઈએ જનરલ કિસ્સાઓમાં ભાડા કરાર 11 માસ નો બનતો હોય છે. ભાડા કરાર માં ભાડા કરાર બનાવી આપનાર એટલે કે મકાન માલિકના નામ ના જ લાઈટબીલ અને વેરાબિલ હોવા જોઈએ .
આવકનો દાખલો: આવકના દાખલો 3,00,000/- થી ઓછી આવક નો હોવો જરૂરી છે અને તે ચાલુ હોવો જોઈએ કેમ કે આવકના દાખલાની મુદ્દત 3 વર્ષની આવે છે, એટલે તમારો આવકનો દાખલો 01/04/2022 પછી બનેલો હોવો જોઈએ.
ઇન્કમટેક્સ રિટર્ન : ઇન્કમટેક્સ રિટર્ન છેલ્લા વર્ષનું એટલે કે 01/04/2022 થી 31/03/2023 ના નાણાકીય વર્ષનું એટલે કે નિર્ધારણ વર્ષ 2023-24 નું હોવું જોઈએ.
કેન્સલ ચેક: બેક પાસબુક અને કેન્સલ ચેક તમે જે એકાઉન્ટ માંથી ડિમાન્ડ દ્રાફ્ટ બનાવ્યો હોય તે જ એકાઉન્ટ નું આપવું અને ચેક ઉપર ખાતા ધારકનું નામ આવતું હોવું જોઈએ.
ફેમિલી ફોટો: ફેમેલી ફોટામાં પતિ પત્ની અને બાળકો દરેક ના ફોટા લેવાના હોય છે જો તમારી સાથે તમારા માતા પિતા રહેતા હોય તો તેમને પણ ફેમેલી ફોટા માં સાથે રાખવા
જાતિનો દાખલો: જાતિના દાખલાની જરૂર ઓબીસી, એસ.સી. એસ.ટી. માં આવતા અરજદારો ને જ રહે છે. જનરલ કેટેગરીમાં આવતા લોકોને જાતિના દાખલાની જરૂર નથી.
ડિમાન્ડ ડ્રાફ્ટ: ડિમાન્ડ ડ્રાફ્ટ રૂપિયા 20000/- નો “SURAT MUNICIPAL CORPORATION” ના નામનો PAYABLE AT SURAT નો જ તમારા એકાઉન્ટ માંથી જ બનાવો.
Pradhan Mantri Awas Yojana Surat 2023 વિષે જો આપ વધુ માહિતી મેળવવા માંગતા હોવ અને તમને કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સ માં તમારી સમસ્યા લખીને જણાવશો અમે ચોક્કસ તમને સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું.