Pradhan Mantri Awas Yojana Surat-2023 હેઠળ સુરત મહાનગર પાલિકાના અફોર્ડબલ હાઉસિંગ સેલ દ્વારા ભીમરાડ, ડિંડોલી, ભરથાણા વેસુ અને જહાંગીરપુરા વિસ્તારના કુલ 4 પ્રોજ્ક્ટ માં 2339 ફ્લેટ માટે આવાસ યોજના જાહેર કરેલ છે.
Pradhan Mantri Awas Yojana Surat – 2023 ના ફોર્મ સુરતની કોટક મહિન્દ્રા બેંક માંથી 100/- રૂપિયાની નિયત કરેલ ફી ભરીને તારીખ 01/12/2023 થી 31/12/2023 સુધીમાં મેળવી શકાશે.
Pradhan Mantri Awas Yojana Surat-2023 આવાસની વિગત
યોજનાનું નામ | સ્કીમ કોડ | આવાસનું સરનામું | આવાસોની સંખ્યા |
PMAY-EWS-II PHASE – 3,4,5 | 44 | “સુમન સ્મિત” ટી.પી.નં. 43(ભીમરાડ), ફા .પ્લોટ નં. 109, સિદ્ધિ એલિપ્સ પાસે, ભીમરાડ ગામની પાછળ, ભીમરાડ, સુરત. | 928 |
51 | “સુમન નૂપુર” ટી.પી.નં. 62(ડિંડોલી-ભેસ્તાન-ભેદવાડ), ફા .પ્લોટ નં. 173, રિજન્ટ પ્લાઝાની બાજુમાં, ડિંડોલી ગામ રોડ, ડિંડોલી, સુરત. | 63 | |
PMAY-EWS-II PHASE – 7 | 56 | “સુમન શિલ્પ” ટી.પી.નં. 13(વેસુ-ભરથાણા), ફા .પ્લોટ નં. 165+166, કેપિટલ ગ્રીન્સની સામે, વેસુ કેનાલ રોડ, ભરથાણા, સુરત. | 540 |
PMAY-EWS-II PHASE – 10 | 59 | “સુમન મૈત્રી” ટી.પી.નં. 46(જહાંગીરપુરા), ફા .પ્લોટ નં. 103, વિવેકાનંદ કોલેજની પાછળ, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પની બાજુમાં, જહાંગીરપુરા, સુરત. | 808 |
કુલ આવાસ | 2339 |
અરજીફોર્મ કોટક મહિન્દ્રા બેંકની નીચે દર્શાવેલ શાખાઓ પરથી તારીખ 01/12/2023 થી તારીખ 31/12/2023 સુધીમાં ( જાહેર રજાઓ સિવાય) બેન્ક ના કામકાજના સમય દરમ્યાન રૂપિયા 100/- નિયત ફી ભર્યેથી અરજી ફોર્મ મેળવી શકાશે, તેમજ અરજીફોર્મ સંપૂર્ણ ભરીને પુરાવા તેમજ ડિપોઝિટના રૂપિયા 20000/- “SURAT MUNICIPAL CORPORATION” ના નામનો PAYABLE AT SURAT ના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ઉપરોક્ત તારીખો દરમ્યાન નીચે દર્શાવેલ કોઈપણ શાખામાં જમા કરાવી શકાશે.
અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 31/12/2023 છે.
આવાસના ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા
- આધાર કાર્ડ ( પતિ પત્ની બંનેના)
- પાન કાર્ડ (પતિ પત્ની બંનેના)
- પાસપોર્ટ સાઈઝના ફોટા (પતિ પત્ની બંનેના)
- મોબાઈલ નંબર (પતિ પત્ની બંનેના)
- જાતિનો દાખલો ( જનરલ ને જરૂર નથી)
- રેશન કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- લાઈટબીલ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો
- ભાડા કરાર અથવા સંમતિ પત્ર
- વેરાબિલ અને બિલ ભર્યાની રસીદ
- આવકનો દાખલો અથવા ઇન્કમ ટેક્સ રિટર્ન
- બેન્ક પાસબુક અથવા સ્ટેટમેન્ટ
- કેન્સલ ચેક
- ફેમેલી ફોટો 4 બાય 6 ઇંચ ની સાઇઝનો
- 20000/- “SURAT MUNICIPAL CORPORATION ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ