આ તારીખે આવશે PM KISAN નો 14 Installment : તમારું સ્ટેટ્સ ચેક કરો pmkisan.gov.in પર

Follow Us

PM કિસાન યોજનાના 14મા Installment Transfer કરવાની Date ની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી 28 જુલાઈના રોજ એક કાર્યક્રમમાં દેશભરના 8.5 કરોડ ખેડૂતોને PM KISAN YOJANAનો 14મો હપ્તો સીધો 8.5 ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. આ યોજના હેઠળ, સરકાર એક વર્ષ દરમિયાન નિયમિત અંતરે બે-બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે.

પીએમ કિસાન યોજનાના 14મા હપ્તાની ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા હવે તેમના માટે સારા સમાચાર આવી ગયા છે. PM KISAN YOJANAનો 14મો હપ્તો ખેડૂતોને ટ્રાન્સફર કરવાની તારીખ સરકાર દ્વારા જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. PM KISAN YOJANA નો 14 મોં હપ્તો ખેડૂતોના ખાતામાં 28 જુલાઈ 2023 નારોજ 8.5 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

PM Kisan 14th Installment Date 2023
PM Kisan 14th Installment Date 2023

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં PM KISAN YOJANA નો 14મો Installment transfer કરવા માટે એક જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પોતે DBT દ્વારા ખેડૂતોના ખાતામાં ઓનલાઈન પૈસા મોકલશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ ભાગ લેશે.

સરકાર કેટલા પૈસા ટ્રાન્સફર કરશે?

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી 28 જુલાઈએ દેશભરના 8.5 કરોડ ખેડૂતોને PM KISAN YOJANA નો 14th Installment જાહેર કરશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા બે હજાર રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે.

PM Kisan 14th Installment Date 2023
PM Kisan 14th Installment Date 2023

PM કિસાન યોજના શું છે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અથવા પીએમ કિસાન હેઠળ, સરકાર તમામ પાત્ર ખેડૂતોને એક વર્ષ દરમિયાન નિયત અંતરાલમાં ત્રણ હપ્તામાં રૂ. 6,000 આપે છે. આ નાણાં DBT દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. આ યોજના દ્વારા સરકારનો પ્રયાસ નાના ખેડૂતોને સીધી મદદ કરવાનો છે. તે ફેબ્રુઆરી 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

PM કિસાન યોજનામાં નોંધણી તેની અધિકૃત વેબસાઈટ pmkisan.gov.in પર ‘કિસાન કોર્નર’ પર જઈને ઓનલાઈન કરી શકાય છે. આ સાથે, તમે અહીં તપાસ કરી શકો છો કે તમારું નામ આ યોજનાના લાભાર્થીઓની યાદીમાં સામેલ છે કે નહીં.

યોજનાનો લાભ મેળવવા માટે, તમારા જમીનના રેકોર્ડની ચકાસણી સાથે eKYC હોવું જરૂરી છે. તેમજ બેંક ખાતું NPCI સાથે જોડાયેલ હોવું જોઈએ.

Follow Us