Domicile Certificate Gujarat 2022 | ડોમીસાઈલ સર્ટીફીકેટ ગુજરાત 2022
Domicile Certificate Gujarat, Domicile Certificate Gujarat PDF, Domicile Certificate Gujarat Document, Domicile Certificate Gujarat Online.
ડોમીસાઈલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સીટીમાં એડમિશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિધાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ.
ડોમીસાઈલ સર્ટીફીકેટ ની શા માટે જરૂરી છે?
જ્યારે તમે ગુજરાત રાજયની સરકારી કે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમા તમારે એડનમીશન લેવુ છે ત્યારે બીજા રાજ્યમાથી આવેલા વિધ્યાર્થીઓ પહેલા પસંદગી તમારી થાય છે. જેમા તમે ગુજરાતી કે તમારૂ વતન ગુજરાત છે તેના પુરાવા માટે ડોમીસાઈલ સર્ટીફીકેટ આપવુ પડે છે.
ડોમીસાઈલ સર્ટીફીકેટ ના ક્યાં ક્યાં Benefits છે?
જો તમારી પાસે ડોમીસાઈલ સર્ટીફીકેટ હોય તો તમે નીચે મુજબના ફાયદા/લાભ મેળવીશકો છો.
જ્યારે વિદ્યાર્થીઓ માતાપિતા સ્થાનાંતરિત નોકરી કરતા હોય ત્યારે, શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા ડોમીસાઈલ સર્ટીફીકેટ નો ઉપયોગ થાય છે.
વિશિષ્ટ શિષ્યવૃત્તિની યોજનાઓ અને ક્વોટા માટે અરજી કરવા માટે ડોમીસાઈલ સર્ટીફીકેટ નો ઉપયોગ થાય છે.
રાજ્ય સરકારી નોકરીઓ માટે અરજી કરવા માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ ખૂબ ઉપયોગી છે.
તમારા રાજ્યનો તમારા રહેઠાણ માટેનો કાયમી સરકારી પુરવો ગણવામા આવે છે.
ડોમીસાઈલ સર્ટીફીકેટ મેળવવા માટેનો Eligibility Criteria શું છે?
ગુજરાત રાજ્યમા વસતા લોકો, જેમને ડોમીસાઈલ સર્ટીફીકેટ જોઇએ છીએ તેમને નિચે મુજબના Eligibility Criteria ધ્યાનમા લેવો જોઇએ.
- અરજદાર પોતે ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
- જેમનો જન્મ ગુજરાતમા થયો હોય અને ઓછામાં ઓછા દસ વર્ષથી તે ગુજરાતમાં રહેતા હોવા જોઇએ.
- અરજદારે પાસે ગુજરાતમાં પોતાની જમીન અથવા કોઈ સ્થાવર મિલકતનો પુરાવો હોવો જોઈએ
- બીજા રાજ્યની મહિલાએ ગુજરાતના કાયમી રહેવાસી સાથે લગ્ન કર્યા છે તે પણ માન્ય ગણવામા આવશે
અરજી કરવા માટેના જરૂરી ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો :
Domicile Certificate Gujarat PDF Form
Domicile Certificate માટેના Documents ક્યાં ક્યાં છે?
ડોમીસાઈલ સર્ટીફીકેટ કઢાવવા માટે તમારે નીચેના ડૉક્યુમેન્ટની જરૂર પડે છે
- પુરાવાઓની પ્રમાણિત નકલ
- અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
- પંચનામું
- સોગંદનામું
- રહેઠાણના પરાવો (ગ્રામ પંચાયત / મ્યુની. ટેક્ષ બીલ / લાઈટ બીલ / ટેલીફોન બીલ / ઉપરના પૈકી એક)
- રેશન કાર્ડ
- જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર)
- છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા (અભ્યાસ / નોકરી / મતદાર યાદી)
- ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર
- ધોરણ ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા
- તમારા પિતા/વાલી ક્યાં અને ક્યારથી નોકરી/ધંધો/વ્યવસાય કરે છે તેનો દાખલો
- સારી ચાલચલગત અંગેનો દાખલો
- કોઈ ગુનામાં સીડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો
- ઉપરોક્ત રજુ કરેલ દસ્તાવેજની ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.
ડોમિસાઇલ સર્ટિફિકેટ (Domicile Certificate) માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા Online Apply માટે પ્રથમ તમારે Digital Gujarat પોર્ટલ ઓપેન કરવુ
- મેન પેજ ખુલશે તેમા Menu મા Services નામના ઓપ્સન પર ટીક કરો
- જેમા નીચે Citizen Services નામના ઓપશન પર ટીક કરો
- નીચે એક લિસ્ટ ખુલશે તેમા Domicile Certificate ઓપ્સન પર ટીક કરો
- જેમા નીચે ૩ મેનુ જોવા મળશે Download Form, Payment, Apply Online જેમા તમે તમારી અનુકુળતા મુજબ આગળ વધી શકો છો.
Domicile Certificate મેળવવા માટે અરજી ક્યાં કરવી?
Digital Gujarat પોર્ટલ પરથી Application Form તમને PDF File મળી જશે તે ડાઉનલોડ કરી, માહિતી ભરી, જરૂરી આધાર પુરાવા જોડી જે તે વિસ્તારની મામલતદાર કચેરીમા જનસેવા વિભગમા અથવા સ્થાનિક તલાટી કચેરીમાં આ અરજી ફોર્મ જમા કરાવવુ.
જો તમે ડોમિસાઇલ સર્ટિફિકેટ વિષે કઈ વધુ માહિતી મેળવવા માંગો છો તો અહીં ક્લિક કરો અમારી ટિમ 24 કલાક માં જ તમારો સંપર્ક કરશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો