Vishwakarma Loan Yojana : 3 લાખ સુધીની લોન 5% વ્યાજે

Vishwakarma Loan Yojana

ભારત સરકાર દ્વારા કુશળ કારીગરો માટે Vishwakarma Loan Yojana લાવી રહી છે. Vishwakarma Loan Yojana નાના ધંધાર્થીઓ-વ્યવસાયકારો આગળ આવે અને તેમના ધંધાનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા તેમના ધંધા ના વિકાસ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ અંતર્ગત લોન આપવામા આવે છે.

નાના ધંધાર્થીઓના ધંધા-વ્યવસાયના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં 18 પ્રકારનાં કુશળ કારીગરોને રૂપિયા 3 લાખ સુધીની લોન જામીનગીરી વગર આપવામા આવશે.

વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો પ્રારંભ માનનીય વડાપ્રધાન દ્વારા વિશ્વકર્મા જયંતિ ના દિવસે તારીખ . 17મી સપ્ટેમ્બર 2023 નાં રોજ કરાવનાર છે.

  • કેન્દ્ર સરકાર દ્વારા 18 પ્રકારનાં કારીગરોને Vishwakarma Loan Yojana માં આપવામા આવશે રૂપિયા ત્રણ લાખ સુધીની લોન
  • 17 સપ્ટેમ્બર વિશ્વકર્મા જયંતીના દિવસે વડાપ્રધાન વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો પ્રારંભ કરાવનાર છે.
  • નાના કારીગરોના કૌશલ્યને પ્રમાણિત કરી તેમને તાલીમ આપવામાં આવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગામી તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતિ ના દિવસે કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના Vishwakarma Loan Yojana અમલમાં મૂકનાર છે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના દ્વારા શહેરી અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો મા આવેલા નાના કારીગરોને નાણાકીય સમાવેશન દ્વારા અર્થવ્યવસ્થામાં જોડવાનું ભગીરથ કાર્ય કરવામા આવનાર છે.

Vishwakarma Loan Yojana માં ૧૮ પ્રકારના કારીગરોને આવરી લઇ તેને તાલીમબદ્ધ કરી રૂપિયા . ત્રણ લાખ સુધીની લોન આપવાનું આયોજન કરવામા આવ્યુ છે.

Vishwakarma Loan Yojana વ્યવસાયની યાદિ

પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાને ટૂંકમા પીએમ વિકાસ નામ આપવામાં આવ્યું છે. જેમાં ૧૮ પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને તાલીમ આપી જામીનગીરી વગર Vishwakarma Loan Yojana માં રૂપિયા 3.00 લાખની લોન આપવામા આવનાર છે.

  • સુથાર
  • બોટ-નાવડી બનાવનાર
  • સરાણિયા (બખ્તર-ચપ્પુ બનાવનાર)
  • લુહાર
  • હથોડી અને ટૂલકિટ નિર્માતા
  • તાળાના કારીગર
  • કુંભાર
  • શિલ્પકાર
  • મોચી
  • કડિયા
  • વાળંદ
  • ટોપલીટોપલા કે સાવરણીના કારીગર
  • દરજી
  • ધોબી
  • માળી
  • માછલી પકડવાની જાળી બનાવનારા
  • પરંપરાગત રમકડાના કારીગર
  • સુવર્ણકામ

વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના તાલીમ

ગ્રામીણ વિસ્તારોના કારીગરો માટે તેમના ધંધાના વ્યાપ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થનારી આ યોજના હેઠળ નોંધણી થયા બાદ પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઇડી કાર્ડ આપવામાં આવશે.

કૌશલ્ય ચકાસણી પછી રૂપિયા ૧૫ હજારની ટૂલકિટનો લાભ આપવામાં આવશે. બેઝીક અને એડવાન્સ તાલીમ દરમિયાન રૂપિયા ૫૦૦નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

તાલીમ લીધા બાદ રૂપિયા એક લાખની કોઇ પણ જામીનગીરી વિનાની Vishwakarma Loan Yojana માં લોન આપવામાં આવશે. તે લોન સમયસર ચૂકવવામાં આવે તો વધુ રૂપિયા બે લાખની લોનની સવલત કરી આપવામાં આવશે.

પીએમ વિકાસ યોજનાની ટૂંકી વિગતો જોઇએ તો મુખ્ય જોગવાઇઓ નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ કુટુંબ દીઠ એક વ્યક્તિને તેનો લાભ મળશે.
  • આ યોજનાના લાભાર્થીની ઉંમર 18 વર્ષ કરતાં વધુ અને 60 વર્ષ થી ઓછી હોવી જોઇએ.
  • અરજદારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સ્વરોજગાર, વ્યવસાયિક વિકાસ માટે ધિરાણ છે, પીએમઇજીપી કે પીએમ સ્વનિધિ જેવી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઇએ.
  • મુદ્રા અને સ્વનિધિના લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તો આવા અરજદારોને આ યોજનાનો લાભ મળશે.
  • સરકારી નોકરી કરતી વ્યક્તિના પરિવારને આ યોજનાનો લાભ નહીં મળે.
  • આ યોજનાથી નાના ધંધાર્થીઓને તેમના વ્યવસાય માટે તાલીમ મળી રહેશે તથા તેમના ધંધા-વ્યવસાયના વિકાસ માટે આર્થીક મદદ માટે લોન મળી રહેશે. જેનો વ્યાજદર સામાન્ય 5 % જેટલો જ રાખવામા આવ્યો છે.
Scroll to Top