જો તમે તમારા બાળકનું ધોરણ 1 માં RTE 2025 હેઠળ એડમિશન મેળવવા માંગતા હોવ તો તમારે તેના માટે અત્યારથી જ તૈયારી શરુ કરી દેવી જોઈએ જેથી છેલ્લી ઘડીએ દોડધામ ના કરવી પડે.
ગુજરાતમાં RTE 2025ની એડમિશનની પ્રક્રિયા સામાન્ય રીતે માર્ચ મહિનાના અંતમાં કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં થતી હોય છે.
RTE 2025માં એડમિશન મેળવવા માટે નીચેની શરતોનું પાલન કરવાનું હોય છે.
- બાળકનો જન્મ 2 મે, 2018 થી 1 મે, 2019 દરમિયાન હોવો જોઈએ
- બાળક ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ
- બાળકના પરિવારની વાર્ષિક આવક 1,50,000/- ઓછી હોવી જોઈએ (નવા સરક્યુલરમાં ફેરફાર થઇ શકે છે ).
Required Documents for RTE Gujarat 2025
- બાળક ના જન્મ નું પ્રમાણપત્ર.
- બાળક નું આધાર કાર્ડ.
- વાલી નું જાતિનું પ્રમાણપત્ર (જનરલ કેટેગરીમાં આવતા હોય તેમને જરૂર નથી . )
- બાળક નું રહેઠાણ અંગેનો પુરાવો. (રેશનિંગ કાર્ડ, લાઈટ બીલ)
- વાલીનો આવકનો દાખલો. (તારીખ 01/04/2024 પછીનો )
- બાળક ના વાલીનું આધાર કાર્ડ.
- બાળક પાસપોર્ટ સાઇઝના બે ફોટા.
- વાલી અથવા બાળકના બેંક ખાતાની પાસબુકની નકલ.
- માનસિક અસ્વસ્થ બાળકો અને સેલેબ્રલ પાલ્સી વાળા બાળકો અને ART ( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો ને સિવિલ સર્જન નું પ્રમાણપત્ર.
- બાળ ગૃહ નાં તમામ બાળકો અને સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને Child Welfare Committee નું CWC પ્રમાણપત્ર.
- જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરી માટે સબંધિત કચેરી પાસે થી Single Girl Child નું પ્રમાણપત્ર.
જો તમે તમારા બાળકનું એડમિશન RTE Gujarat 2025 હેઠળ લેવા માંગતા હોવ તો ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ અત્યારથી જ તૈયાર રાખજો.
સરકારી યોજનાઓને લગતી માહિતી તમારા વોટ્સએપ ઉપર મેળવવા અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરો