Power of Attorney ના આ બદલાયેલા નિયમ બાદ પ્રોપર્ટી ખરીદ-વેચાણ કરનારાઓનું ટેન્શન કેમ વધી ગયું છે!?
જાણો Power of Attorney ના આ બદલાયેલા નિયમ
હવે મિલકતના વેચાણ અને ખરીદીના દસ્તાવેજ સમયે, લાઇફ ડીડ એફિડેવિટ ફરજિયાત બની છે, લાઇફ ડીડ એફિડેવિટ Power of Attorney લેનાર વ્યક્તિનું નહીં, પરંતુ એટર્ની આપનારનું લેવામાં આવશે.
Power of Attorney ના આધારે દસ્તાવેજની નોંધણીમાં સંબંધિત વ્યક્તિને ગમે તેટલો જૂનો અધિકાર આપવામાં આવ્યો હોય, પરંતુ સુરત સબ રજિસ્ટ્રાર કચેરીમાં લિવિંગ ડીડ ઓફ પાવર ઓફ એટર્નીની એફિડેવિટ ફરજિયાત સબમિટ કરવાનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સુરતમાં પાવર ઓફ એટર્નીના આધારે લાખો રૂપિયાની સ્થાવર મિલકત ખરીદનારાઓ મુંઝવણમાં મુકાયા છે.

આવી સ્થિતિમાં Power of Attorney ના આધારે સુરત શહેર કે જિલ્લામાં પ્રોપર્ટી ખરીદતા પહેલા સો વખત વિચારવાનો સમય આવી ગયો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
અત્યાર સુધી દસ્તાવેજ Power of Attorney ના આધારે બનાવવામાં આવતો હતો, તે કિસ્સામાં પાવર આપનાર વ્યક્તિ દ્વારા નહીં પરંતુ જેના નામે પાવર આપવામાં આવ્યો હોય તે વ્યક્તિ દ્વારા સોગંદનામું રજૂ કરવું પૂરતું હતું અને તેના આધારે દસ્તાવેજ તૈયાર કરવામાં આવતા હતા.
આ રીતે જૂની પાવર ઓફ એટર્ની આધારે દસ્તાવેજો બનાવવાના કારણે અનેક ફરિયાદો અને વિવાદો પણ વધ્યા છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નોંધણી અધિનિયમમાં જ સુધારો કરીને તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં પરિપત્ર બહાર પાડ્યો છે કે હવે Power of Attorney ના આધારે દસ્તાવેજોની નોંધણી કરતી વખતે લાઇફ ડીડ એફિડેવિટ પાવર ઓફ એટર્ની લેનાર વ્યક્તિનું નહીં, પરંતુ એટર્ની આપનારનું લેવામાં આવશે. તો જ દસ્તાવેજ નોંધવામાં આવશે, અન્યથા દસ્તાવેજ નોંધણી માટે મુલતવી રાખવામાં આવશે.
આ પરિપત્રના કારણે જેમણે Power of Attorney આધારે દસ્તાવેજ કરવાનું નક્કી કર્યું છે અથવા અગાઉના વર્ષોમાં પાવર ઓફ એટર્ની લીધી છે તેઓએ દસ્તાવેજ કરતા પહેલા ફરજિયાત લિવિંગ એફિડેવિટ મેળવવા માટે દોડધામ કરવી પડશે. જેના કારણે લાખો-કરોડો રૂપિયા ખર્ચીને મિલકત ખરીદનારાઓનું ટેન્શન વધી ગયું છે.
વિદેશમાં ચલાવવામાં આવેલ Power of Attorney નું એફિડેવિટ એક મહિનાની અંદર સબમિટ કરવાનું રહેશે
સુરત શહેર કે જિલ્લામાં કોઈપણ મિલકત હશે અને આ મિલકતનો માલિક વિદેશમાં રહેતો હશે અને પાવર ઓફ એટર્ની વિદેશમાં કરવામાં આવી હશે તો તેવા કિસ્સામાં સબ રજીસ્ટ્રાર પાસે આવવા પર દસ્તાવેજ નોંધણી વગર એક મહિના સુધી મુલતવી રાખવામાં આવશે રાખવામાં આવશે.
આ એક મહિનામાં વિદેશમાં રહેતા પાવર હોલ્ડરે જીવિત હોવાનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે. જો આ સબમિટ કરવામાં ન આવે, તો દસ્તાવેજ નોંધણી વિના નકારવામાં આવશે.
સુરત સબ રજીસ્ટ્રાર કચેરીમાં અમલ શરૂ થયો છે
સુરત શહેર અને જિલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં રાજ્ય સરકારના પરિપત્રની અમલવારી શરૂ થઈ ગઈ છે. આ અંગે વધુ માહિતી આપતાં સુરત જિલ્લા નોંધણીના મુખ્ય નિરીક્ષક સંદીપ સવાણીના જણાવ્યા અનુસાર નવા પરિપત્રથી ઘણી સગવડ થશે અને વધતા જતા વિરોધાભાસી કેસો પણ ઘટશે. કારણ કે હવે Power of Attorney આપનાર વ્યક્તિનું સર્ટિફિકેટ ફરજિયાત આપવું પડશે, ત્યારબાદ જ દસ્તાવેજની નોંધણી થશે.
અવેજની પુરી રકમ ચૂકવીને પાવર ઓફ એટર્ની નોતરાઈઝ કરાવી હોય તે સરકાર માન્ય છે ?