Gujarat government jantri Rates : મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ઓફિશિયલ મેસેજ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો તા. 15-04-2023થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે.
Gujarat government jantri Rates : રાજ્ય સરકારે જંત્રી વધારો 15 એપ્રિલ સુધી મોકૂફ
Gujarat Government Jantri rate : તાજેતરમાં સરકાર દ્વારા રાતો રાત કરવામાં આવેલ જંત્રીમાં ડબલ વધારો કર્યો હતો. જેનો બિલ્ડર્સ સહિતના લોકોએ વિરોધ કર્યો હતો. જોકે, રાજ્ય સરકારે જંત્રીમાં થોડી રાહ આપી છે. જે જંત્રી વધારો 5મી ફેબ્રુઆરીથી અમલી મૂકવાનો હતો તે હવે એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી લોકોએ થોડા સમય માટે રાહત મળી છે. ખાસ કરીને બિલ્ડર્સ લોબીએ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.
શનિવારે વહેલી સવારે CM કાર્યાલય તરફથી જાહેરાત કરાઈ

મળતી માહિતી પ્રમાણે આજે શનિવારે વહેલી સવારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ઓફિશિયલ મેસેજ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો તા. 15-04-2023થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. રાજ્યમાં તા. 04/02/2023ના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં જંત્રીનો દર બમણો કરાયો જમીન-મકાન મોંઘા થશે, દસ્તાવેજ ખર્ચ વધશે
12 બાદ જંત્રીના દરમાં બમણો વધોરો
ગુજરાત સરકારે વર્ષ 2011થી રાજ્યમાં અમલી જંત્રીના દરમાં વધારો કર્યો છે અને નવા દર 6 ફેબ્રુઆરી, 2023 સોમવારથી લાગુ થઇ જશે. હવે રાજ્યમાં એડહોક ધોરણે નવા જંગી દર લાગુ થશે. જો કે હાલ રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે અને તે પૂર્ણ થયા બાદ નવા જંત્રી દર અમલમાં આવશે. ગુજરાતમાં હવે ઔદ્યોગિક વિકાસ, શહેરી અને ગ્રામ્ય વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓના લીધે બદલાતા માહોલ પ્રમાણ જંત્રીના દર નક્કી કરવામાં આવશે.

સરકારે રાતો રાત જંત્રીના ભાવમાં કર્યો હતો બમણો વધારો
4 ફેબ્રુઆરીની મોડી સાંજે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્રમાં રહેલી જોગવાઈ મુજબ રાજ્યમાં જંત્રીનો દર બમણો કરી દેવામાં આવ્યો હતો. તેમજ આ દર તારીખ 5 ફેબ્રુઆરીથી જ અમલી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારના એકાએક નિર્ણયને પગલે બિલ્ડર લોબીમાં રોષ સાથે અસંતોષ જોવા મળ્યો હતો. વિવિધ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે સોમવાર અને મંગળવાર ખાતે બેઠક પણ કરવામાં આવી હતી. જો કે બિલ્ડર્સની માગ અંગે વિચારણાં કરવા માટે મુખ્યમંત્રીએ બાંહેધરી આપી હતી.