Ayushman Card Renewal | આયુષ્માન કાર્ડ અપડેટ

You are currently viewing Ayushman Card Renewal | આયુષ્માન કાર્ડ અપડેટ
Ayushman Card Renewal

Ayushman Card Renewal : આયુષ્માન ભારત યોજના જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક એવી યોજના છે જેનો હેતુ સમાજના આર્થિક રીતે નબળા વર્ગને મદદ કરવાનો છે જેમને આરોગ્યસંભાળ સુવિધાઓની જરૂર છે.
23મી સપ્ટેમ્બર 2018ના રોજ વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલ, આ સ્વાસ્થ્ય વીમા યોજના ભારતમાં લગભગ 50 કરોડ નાગરિકોને આવરી લે છે અને તેની પાસે પહેલેથી જ ઘણી સફળતાની વાર્તાઓ છે. સપ્ટેમ્બર 2019 સુધીમાં, આશરે 18,059 હોસ્પિટલોને એમ્પનલ કરવામાં આવી હતી, 4,406,461 થી વધુ લાભાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા અને યોજના હેઠળ દસ કરોડથી વધુ ઈ-કાર્ડ જારી કરવામાં આવ્યા હતા.

આયુષ્માન ભારત યોજના – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનું નામ બદલીને હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રાખવામાં આવ્યું છે. તે સમાજના વંચિત વર્ગ માટે ગૌણ અને તૃતીય આરોગ્યસંભાળને સંપૂર્ણપણે કેશલેસ બનાવવાની યોજના છે. PM જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને એક ઈ-કાર્ડ મળે છે જેનો ઉપયોગ દેશમાં ગમે ત્યાં, જાહેર કે ખાનગી હોસ્પિટલ, જાહેર કે ખાનગીમાં સેવાઓ મેળવવા માટે થઈ શકે છે. આની મદદથી તમે હોસ્પિટલમાં જઈને કેશલેસ સારવાર મેળવી શકો છો.

Ayushman Card Renewal | આયુષ્માન કાર્ડ અપડેટ

Ayushman Card ની આમ તો કોઈ મુદ્દત આપવામાં આવી નથી કે તેને રીન્યુઅલ કરવાની પણ કોઈ જોગવાઈ નથી પરંતુ આયુષ્માન કાર્ડ માં એક એવી જોગવાઈ છે જેની જાણકારી સામાન્ય લોકોને નથી અને જાણકારીના અભાવને લીધે તેમને કોઈ સહાય મળતી નથી , તો આવો જાણીયે એવી કઈ જોગવાઈ છે કે જેને લીધે તમે બીમારીના સમય માં મુશ્કેલીમાં મુકાઈ શકો છે.

આયુષ્માન કાર્ડ બનાવતી વખતે મુખ્યત્વે 3 પુરાવાની જરૂર પડે છે

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • આવક નો દાખલો

તમારું આયુષ્માન કાર્ડ બની ગયા પછી તમે જયારે હોસ્પિટલ માં જાવ છો ત્યારે હોસ્પિટલ માં પણ તમારી પાસે આયુષ્માન કાર્ડ ઉપરાંત ઉપર ના 3 પુરાવા પણ માંગવામાં આવે છે. અને ઘણા લોકો ને એવું કહેવામાં આવે છે કે તમારું કાર્ડ બંધ છે. જયારે આયુષ્માન કાર્ડ ની કોઈ રીન્યુઅલ કરવાની જરૂર નથી તો હોસ્પિટલ વાળા કેમ કહે છે કે તમારું કાર્ડ બંધ છે ? આવો જાણીયે

આવકના દાખલાની મુદ્દત । Ayushman Card Renewal

તમારો આયુષ્માન કાર્ડ તમારા આવક ના દાખલા સાથે લિંક થયેલો હોય છે અને તમારા આવક ના દાખલા ની મુદ્દત 3 નાણાકીય વર્ષની હોય છે નાણાકીય વર્ષ નો મતલબ 1 લી એપ્રિલ થી લઈને 31 મી માર્ચ સુધી. તમે આવક નો દાખલો વર્ષ દરમિયાન ગમે ત્યારે બનાવ્યો હોય પણ તેનું પ્રથમ વર્ષ 31 મી માર્ચ ના રોજ પૂરું થઇ જાય છે. હવે માની લો કે તમે તમારો આવક નો દાખલો 1લી જાન્યુઆરી એ બનાવ્યો તો તમારા આવક ના દાખલાનું 31 મી માર્ચ ના રોજ 1 વર્ષ પૂરું થઇ ગયું ગણાય.

Ayushman Card Renewal Notification
Ayushman Card Renewal Notification

આવકનો દાખલો ચાલુ હોવો જરૂરી છે નહિતર નહીં મળે કોઈ લાભ । Ayushman Card Renewal

આયુષ્માન કાર્ડ ને ચાલુ રાખવા માટે તમારો આવક નો દાખલો ચાલુ હોવો જરૂરી છે. જો તમે આયુષ્માન કાર્ડ બનાવ્યા પછી તમારો આવક નો દાખલો સમય પ્રમાણે રીન્યુઅલ નથી કરાવતા તો તમારો આયુષ્માન કાર્ડ બંધ થઇ જાય છે અને તમને આયુષ્માન કાર્ડ ના કોઈ લાભ મળવા પાત્ર નથી.

આયુષ્માન કાર્ડ નો નિરંતર લાભ લેવા માટે તમારે તમારો આવક નો દાખલો નિયત સમય માં રીન્યુઅલ કરાવવો પડે જો તમે આમ કરવામાં નિષ્ફ્ળ જાવ છો તો તમને આયુષ્માન કાર્ડ માં કોઈ લાભ મળશે નહિ.

આયુષ્માન કાર્ડ રિન્યુઅલ કેવી રીતે કરાવશો ? । Ayushman Card Renewal

આવક નો દાખલો રીન્યુ કરાવ્યા પછી પણ તમારે શાંતિ થી બેસી રહેવાનું નથી તમારો નવો આવક નો દાખલો તમારે તમારા આયુષ્યમાન કાર્ડ સાથે લિંક કરાવવો પડશે. આના માટે તમારે તમારા પરિવાર ના દરેક ના આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ અને નવો આવક નો દાખલો લઇ ને આયુષ્માન મિત્ર નો કે સરકારી હોસ્પિટલ માં જવું પડશે જ્યાં તમારા નવા આવક ના દાખલ ને તમારા આયુષ્માન કાર્ડ સાથે લિંક કરી આપશે પછી તમારું આયુષ્માન કાર્ડ ચાલુ થશે.

તમારા આયુષ્માન કાર્ડ સાથે નવો આવકનો દાખલો લિંક કર્યા પછી તમને કોઈ નવું આયુષ્માન કાર્ડ નહિ મળે તમારી પાસે જે આયુષ્માન કાર્ડ છે તે જ અપડેટ થઇ જશે.

Ayushman Card Renewal

દરેક આયુષ્માન કાર્ડ ધારકોને વિનંતી કે કૃપા કરીને તમારો આવક નો દાખલો ચેક કરી લેજો અને જો પૂરો થઇ ગયો હોય તો નવો આવક નો દાખલો બનાવી ને આયુષ્માન કાર્ડ સાથે લિંક કરાવી દેવો જેથી કરીને જો કોઈ આકસ્મિક બીમારી આવી પડે તો આયુષ્માન કાર્ડ નો લાભ લઇ શકાય.

આશા રાખું છું કે આ Ayushman Card Renewal માહિતી તમને ઉપયોગી થઇ હશે છતાં પણ જો તમને કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ માં જણાવશો જેથી તમારા પ્રશ્ન નું નિરાકરણ લાવી શકાય

Ayushman Card Renewal માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે જરૂરી છે જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ લાભથી વંચિત ના રહી જાય તો તમારા વૉટ્સઅપ ગ્રુપ માં કે ફેસબુક કે કોઈપણ સોસીયલ મીડિયા માં શેર કરજો જેથી કરીને વધુ માં વધુ લોકોને જાણકારી મળે.