Ayushman Card Renew : તમારું હેલ્થ કવરેજ ગુમાવશો નહીં ખાતરી કરી લો કે તમારો આયુષ્માન કાર્ડ એકટીવ છે કે ઈન એકટીવ ?

You are currently viewing Ayushman Card Renew : તમારું હેલ્થ કવરેજ ગુમાવશો નહીં ખાતરી કરી લો કે તમારો આયુષ્માન કાર્ડ એકટીવ છે કે ઈન એકટીવ ?
Ayushman Card Renew

Ayushman Card Renew: Don’t lose your health coverage Make sure your Ayushman card is active or inactive?

આયુષ્માન કાર્ડ રિન્યુ: તમારું હેલ્થ કવરેજ ગુમાવશો નહીં ખાતરી કરી લો કે તમારો આયુષ્માન કાર્ડ એકટીવ છે કે ઈન એકટીવ ?

આયુષ્માન કાર્ડ ના રીન્યુઅલ (Ayushman Card Renew) બાબતે લોકો માં ઘણી ગેરસમજ છે ઘણા લોકોનું એવું માનવું છે કે આયુષ્માન કાર્ડ આજીવન ચાલુ રહે છે અને તેને રીન્યુ કરવાની કોઈ જરૂર નથી. તો આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. આયુષ્માન કાર્ડ ની પણ વેલિડિટી આવે છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે જયારે કોઈ વ્યક્તિ આયુષ્માન કાર્ડ લઈને હોસ્પિટલ માં સારવાર કરાવવા માટે જાય છે તો ત્યારે હોસ્પિટલ વાળા એમનું કાર્ડ ચેક કરી ને એવું કહે છે કે તમારું આયુષ્માન કાર્ડ ચાલુ નથી બંધ થઇ ગયું છે તમારે તમારા આયુષ્માન કાર્ડ ને રીન્યુ (Ayushman Card Renew) કરાવવું પડશે.

Ayushman Card Renew: Don’t lose your health coverage Make sure your Ayushman card is active or inactive?

આયુષ્માન કાર્ડ ની વેલિડિટી ક્યારે પુરી થાય ?

ગુજરાત માં જ્યારે થી આયુષ્માન કાર્ડ બનવાના ચાલુ થયા ત્યારથી અત્યાર સુધીમાં આયુષ્માન કાર્ડ માં ઘણા બદલાવ આવ્યા છે. ગુજરાત માં અલગ અલગ પ્રકારના આયુષ્માન કાર્ડ આવેલા જેમાં માં કાર્ડ, માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ વિગેરે વિગેરે. હાલ માં એક જ પ્રકાર નું આયુષ્માન કાર્ડ ચાલુ છે જે પ્રધાન મંત્રી જન આયોગ્ય યોજના PMJAY હેઠળ આવે છે તે એક જ કાર્ડ આયુષ્માન કાર્ડ હાલ માં ચાલુ છે બાકીના બધા કાર્ડ બંધ થઇ ગયા છે.

હવે જયારે જયારે આયુષ્માન કાર્ડ માં બદલાવ આવ્યો ત્યારે ત્યારે લોકો એ એમના કાર્ડ રીન્યુ (Ayushman Card Renew) કરાવ્યા. ગુજરાત માં આયુષમાન કાર્ડ બનાવવા માટે નીચે મુજબના વિકલ્પો હતા

એચ.એચ. આઈ.ડી. નંબર

Ayushman Card Renew
Ayushman Card Renew

એચ.એચ. આઈ.ડી. નંબર એટલે સરકાર તરફથી આયુષ્માન કાર્ડ ના લાભાર્થીઓનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું હતું અને જે લાભાર્થીઓને તેમાં નામ હતા તેઓના આયુષ્માન કાર્ડ તેમના રેશન કાર્ડ અને આધાર કાર્ડ ના વેરિફિકેશન થી બની જતા હતા જેમાં આવક ના દાખલાની કોઈ જરૂરિયાત હતી નહિ.

મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ

Ayushman Card Renew
Ayushman Card Renew

ગુજરાત માં ઘણા લોકોના મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ પણ બન્યા છે જેમાં એક જ કાર્ડ માં પરિવાર ના તમામ સભ્યોના નામ એક જ કાર્ડ માં સમાવેશ થતો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય ના નામ થી યોજના ને થોડા ફેરફાર સાથે રજુ કરવામાં આવી.

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના – આયુષ્માન કાર્ડ

Ayushman Card Renew
Ayushman Card Renew

23 સપ્ટેમ્બર 2018 ના દિવસે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા હેઠળ જેટલી યોજનાઓ ચાલતી હતી તે બધી યોજનાઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં સમાવવામાં આવી અને સંપૂર્ણ ભારત માં એક જ કાર્ડ અસ્તિત્વમાં આવ્યું જે આયુષ્માન કાર્ડથી ઓળખાય છે.

રિન્યૂઅલની અને વેલીડીટીની ગેરસમજ અહીં થી જ ચાલુ થઇ

હવે જે લોકો પાસે માં કાર્ડ, માં અમૃતમ કાર્ડ, માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ કે એચ.એચ. આઈ. ડી. થી બનેલા કાર્ડ હતા તેઓ એ પોતપોતાના કાર્ડ આયુષ્માન કાર્ડ માં કન્વર્ટ કરાવ્યા અને દરેક ને વ્યક્તિ દીઠ અલગ અલગ આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા. અને જે લોકો ના નામ લાભાર્થીઓની યાદી માં ન હતા તેમને પણ આવકના દાખલાના આધારે નવા આયુષ્માન કાર્ડ બનાવવાની સગવડતા આપવામાં આવી.

આયુષ્માન કાર્ડ ની વેલિડિટી કેટલી ?

આયુષ્માન કાર્ડ ની વેલિડિટી તમે આયુષ્માન કાર્ડ ક્યારે બનાવ્યું છે તેના ઉપર નક્કી થતી નથી, આયુષ્માન કાર્ડની વેલિડિટી તમે તમારા આયુષ્માન કાર્ડ બનાવતી વખતે જે આવક નો દાખલો આપ્યો છે તે દાખલાના આધારે નક્કી થાય છે. અને આવકના ના દાખલાની વેલિડિટી 3 નાણાકીય વર્ષની હોય છે.

તમારો આયુષ્માન કાર્ડ તમારા આવક ના દાખલા સાથે લિંક થયેલો હોય છે અને તમારા આવક ના દાખલા ની મુદ્દત 3 નાણાકીય વર્ષની હોય છે નાણાકીય વર્ષ નો મતલબ 1 લી એપ્રિલ થી લઈને 31 મી માર્ચ સુધી. તમે આવક નો દાખલો વર્ષ દરમિયાન ગમે ત્યારે બનાવ્યો હોય પણ તેનું પ્રથમ વર્ષ 31 મી માર્ચ ના રોજ પૂરું થઇ જાય છે. હવે માની લો કે તમે તમારો આવક નો દાખલો 1લી જાન્યુઆરી એ બનાવ્યો તો તમારા આવક ના દાખલાનું 31 મી માર્ચ ના રોજ 1 વર્ષ પૂરું થઇ ગયું ગણાય.

ક્યાં ક્યાં આયુષ્માન કાર્ડ અત્યારે બંધ હશે ?

જો તમે તમારો આયુષ્યમાન કાર્ડ માં કાર્ડ, માં અમૃતમ કાર્ડ, માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ કે એચ.એચ. આઈ. ડી. થી રીન્યુ (Ayushman Card Renew) કરાવ્યો હશે તો તેમાં આવક ના દાખલાની જરૂર નહિ પડી હોય અથવાતો તેમાં જે આવકનો દાખલો આપ્યો હશે તે દાખલો પૂરો થઇ ગયો હશે એટલે જે આયુષ્માન કાર્ડ આવકના દાખલ વગર બન્યા છે અથવા તો જે આવકના દાખલ પુરા થઇ ગયા છે તે તમામ કાર્ડ અત્યારે સિસ્ટમ માં બંધ બતાવે છે.

જેને ફરીથી ચાલુ કરવા માટે રીન્યુ (Ayushman Card Renew)કરવા પડશે અને રીન્યુ કર્યા પછી તમને નવો આયુષ્માન કાર્ડ મળશે.

તમારો આયુષ્માન કાર્ડ ચાલુ છે કે બંધ ?

તમારો આયુષ્માન કાર્ડ ચાલુ છે કે બંધ છે તે ચેક કરવા માટે તમારી નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને પણ તમારો આયુષ્માન કાર્ડ ચેક કરાવી શકો છો અને જો બંધ હોય તો તેને રીન્યુ (Ayushman Card Renew) કરાવી શકો છો . આયુષ્માન કાર્ડ રિન્યુ (Ayushman Card Renew) કરાવવા માટે તમારે તમારો આયુષ્માન કાર્ડ તથા આવકના દાખલાની જરૂર પડશે