12 જુલાઈ 2023 થી આયુષ્માન કાર્ડ માં મળશે 10 લાખ સુધી ની ની:શુલ્ક સારવાર

You are currently viewing 12 જુલાઈ 2023 થી આયુષ્માન કાર્ડ માં મળશે 10 લાખ સુધી ની ની:શુલ્ક સારવાર
AAYUSHMAN CARD 10 LAKH

Ayushman card 10 LAKH : વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે કાર્ડમાં વીમાની રકમ 10 લાખ રૂપિયા કરાશે તેવી જાહેરાત કરી દીધી હતી. જે વિધાનસભા સત્રમાં પણ ફરીથી જણાવવામાં આવ્યુ હતુ. જેનો અમલ 12મી જુલાઇથી કરવામાં આવશે.

12 જુલાઈ 2023 થી Ayushman card 10 LAKH સુધી ની ની:શુલ્ક સારવાર

Ayushman card 10 LAKH : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJ) અંતર્ગત નિ:શુલ્ક સારવાર માટે નાગરિકોને આયુષ્માન કાર્ડ હેઠળ અત્યાર સુધી આરોગ્ય વીમાની રકમનો હાલ પાંચ લાખ રૂપિયાનો લાભ મળે છે તે ૧૨ જુલાઇથી ૧૦ લાખ રૂપિયા સુધીનો મળશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ માટેનો ઠરાવ તૈયાર છે અને વીમાની રકમ અંગે કંપની અને સરકાર વચ્ચે ટેકનિકલ બાબતનો મુદ્દો હતો તે ઉકેલાઇ ગયો છે. તેથી ૧૨ જુલાઇથી ગુજરાતના નાગરિકોને ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ નિયત હોસ્પિટલોમાં નિ:શુલ્ક ઉપલબ્ધ થશે.

રાજ્યના નાગરિકો માટે સરકારની ભેટ સમાન આ યોજનામાં હવે ગંભીર બીમારીમાં વ્યક્તિ-દર્દીને આયુષ્માન કાર્ડ હેઠળ ૧૦ લાખ રૂપિયા સુધીનો લાભ મળશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, પાંચ લાખ રૂપિયા સુધીની સારવારમાં એક લાખ રૂપિયા સરકાર આપતી હતી અને એક લાખથી વધુ અને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમા કંપની આપતી હતી. તે મુદ્દાનો ઉકેલ આવી જતા હવે ૧૦ લાખ રૂપિયા સુધીની વીમાની રકમનો લાભ મળતો થઇ જશે. આ અંગેનો ઠરાવ તૈયાર થઇ ગયો છે. જેનો લાભ આગામી ૧૨ જુલાઇથી નાગરિકોને અપાશે.

વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે કાર્ડમાં વીમાની રકમ 10 લાખ રૂપિયા કરાશે તેવી જાહેરાત કરી દીધી હતી. જે વિધાનસભા સત્રમાં પણ ફરીથી જણાવવામાં આવ્યુ હતુ. જેનો અમલ 12મી જુલાઇથી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આયુષ્માન યોજના દર્દીઓ માટે મદદરૂપ સાબિત થઇ છે. 2018થી 2022 સુધી કુલ 1.67 કરોડ લોકોએ કાર્ડ કઢાવીના આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે. રાજ્યમાં 1.8 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરાયેલા છે. 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.