Pradhan Mantri Jan Arogya Yojana Ayushman Bharat PMJAY | Ayushman Card | 5 Lakh

You are currently viewing Pradhan Mantri Jan Arogya Yojana Ayushman Bharat PMJAY | Ayushman Card | 5 Lakh
ayushman bharat yojana

આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojna – PMJAY) વિશે સંપૂર્ણ માહિતી | આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું? | આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ?

Ayushman Bharat Yojana કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Ayushman Bharat Yojana), જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે.

વાર્ષિક ધોરણે લાભાર્થી પરિવારોને Ayushman Bharat Yojana દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવશે. આ લેખ માં જાણો સંપૂર્ણ માહિતી આયુષ્માન ભારત યોજના વિશે કે આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું, આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? શું લાભ મળશે?, ડોક્યુમેન્ટ્સ શું જોશે? કઈ જગ્યા એ અરજી કરવી અને ઘણું બધું.

આયુષ્માન ભારત યોજના શું છે? (What is Ayushman Bharat Yojana in Gujarati)

આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana) એ ભારત સરકાર દ્વારા દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ એક હેલ્થકેર પ્રોજેક્ટ છે.

આયુષ્માન કાર્ડમાં બે મુખ્ય સ્વાસ્થ્ય પહેલનો સમાવેશ થાય છેઃ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWC) અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan mantri Jan Arogya Yojana). PMJAY યોજના હેઠળ પ્રત્યેકને દસ કરોડથી વધુ પરિવારોને રૂ.5 લાખ ના આરોગ્ય વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

આ પહેલ રાજ્યની હોસ્પિટલો અને ખાનગી સુવિધાઓમાં કેશલેસ સારવાર પૂરી પાડે છે જેને સરકારે મંજૂરી આપી છે.

આયુષ્માન ભારત યોજનાનો ઉદ્દેશ્ય

આયુષ્માન ભારતનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે જે ગરીબ લોકો અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે અને પૈસા ન હોવાના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકતા નથી અને ઘરે વેદનામાં મૃત્યુ પામે છે.

મફત સારવાર

તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સારવાર મફતમાં કરાવી શકશે, આ યોજના લાયકાત ધરાવતા અરજદારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરે છે.

5 લાખ સુધીની મફત સારવાર

જેથી તેઓ સરકાર તરફથી આર્થિક મદદ મેળવી શકશે. તે પોતાની નજીકની સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. આયુષ્માન કાર્ડ માટે, વ્યક્તિઓ તેમના નજીકની આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા CSC સેન્ટર માં જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.

આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? (How to Apply for ayushman card?)

PMJAY ની કોઈ ખાસ આયુષ્માન ભારત નોંધણી પ્રક્રિયા નથી. PMJAY SECC 2011 (સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી) દ્વારા ઓળખાયેલા તમામ લાભાર્થીઓને લાગુ પડે છે અને જેઓ પહેલાથી RSBY અને અમૃતમ યોજનાનો ભાગ છે.

જો કે, તમે PMJAY ના લાભાર્થી બનવા માટે પાત્ર છો કે કેમ અને આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહિ તે આવી રીતે ચેક કરી શકો છો. અને આયુષ્માન ભારત યોજના લિસ્ટ પણ ચેક કરી શકો છો.

પોતાનું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં, કેવી રીતે જાણી શકાય?

આયુષ્માન ભારતની વેબસાઈટ https://mera.pmjay.gov.in/search/login માં બીપીએલ કાર્ડ ધારક પોતાનો મોબાઈલ નંબર, રેશનકાર્ડ નંબર અથવા નામ સર્ચ કરીને પોતાનો સમાવેશ થયો છે

ક્યાં રોગો-સર્જરીની સારવાર મળશે

આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે.

ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોઈ જાતિગત-આવક-ઉંમર મર્યાદા છે?

આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે.

આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

કોણ લાભ લઇ શકશે ?

ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે.

ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.

કઈ હોસ્પિટલમાં લાભ મળશે ?

આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.

આયુષ્માન મિત્ર કરશે મદદ

આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન મિત્રની નિમણુંક કરવામાં આવી છે જે દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરશે.

આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ (Required Documents for Ayushman card)

  • લાભાર્થી નું આધાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)

આયુષ્માન કાર્ડ ના ફાયદા (Benefits of Ayushman card)

  • યોજના હેઠળ ગરીબ લોકો 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
  • દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે.
  • 50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
  • આ અંતર્ગત તમામ લેખિત કામમાં ઘટાડો કરવામાં આવશે.

આયુષ્માન ભારત હેલ્પલાઈન નંબર

આપ આ નંબરો પર આ વાતની પુષ્ટી કરી શકો છો કે, આપ આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી છો કે નહી. હેલ્પલાઈન નો નંબર 14555 છે. આના પર દર્દી આયુષ્માન ભારત યોજનાની જાણકારી પણ લઈ શકે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક વધુ હેલ્પલાઈન નંબર 1800 111 565 પણ છે. આ નંબરો 24 કલાક ચાલુ રહે છે

FAQ

હું આયુષ્માન ભારત લિસ્ટ કેવી રીતે ચેક કરી શકું?

હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકાય. આયુષ્માન ભારતની પાત્રતા ચકાસવાની બીજી પદ્ધતિ એ છે કે, ફક્ત હેલ્પલાઇન નંબર 14555 અથવા 1800 111 565 પર સંપર્ક કરવો.

આયુષ્માન ભારત યોજનાની યાદી જોવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

ભારત સરકાર દ્વારા https://mera.pmjay.gov.in/ પોર્ટલ બનાવેલ છે. જેના પરથી વિનામૂલ્યે આયુષ્યમાન ભારતની યાદી જોઈ શકો છો.

Ayushman Bharat Yojana માં કેટલી રકમનો સ્વાસ્થય વીમો મળે છે?

દેશમાં પાત્રતા ધરાવતા પરિવારોને રૂ.5 લાખ નું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે.

આયુષ્માન ભારત યોજના શું છે?

સપ્ટેમ્બર 2018માં વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજનાનો હેતુ 50 કરોડ લાભાર્થીઓને પૂરો પાડવાનો છે. તે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને રૂ.5 લાખ નું આરોગ્ય કવચ પૂરું પાડે છે. આરોગ્ય કવચ મફત છે, કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો 60:40 રેશિયોમાં વાર્ષિક પ્રીમિયમ ચૂકવે છે.