10 Year Old Aadhaar Card Update | આધારકાર્ડ 10 વર્ષ જૂનું હોય તો અપડેટ કરાવી લેજો

You are currently viewing 10 Year Old Aadhaar Card Update | આધારકાર્ડ 10 વર્ષ જૂનું હોય તો અપડેટ કરાવી લેજો
10 year old aadhar update

10 year old aadhaar card update : જે લોકોએ 10 વર્ષ પહેલા આધારકાર્ડ કઢાવ્યા છે, તેઓએ હવે ફરીથી રેટિના અને ફિંગરપ્રિન્ટ આપી પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવું પડશે.

  • આધારકાર્ડ 10 વર્ષ જૂનું હોય તો અપડેટ કરાવી લેજો
  • આધારકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર
  • 10 વર્ષ જૂના આધારકાર્ડનું વેરિફિકેશન જરૂરી
  • ફરી અપડેટ થશે રેટિના અને ફિંગરપ્રિન્ટ

આજકાલ તમામ સરકારી અને બિનસરકારી યોજનાઓમાં આધાર કાર્ડની ભૂમિકા ઘણી વધી ગઈ છે. આજના સમયમાં આધારકાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આ કાર્ડ વગર કોઈ સરકારી કામ થતું નથી. ત્યારે આધારકાર્ડમાં નવા અપડેટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

10 વર્ષ પહેલા જે નાગરિકોએ પોતાના આધારકાર્ડ કઢાવ્યા છે. તેમણે ફરીથી રેટિના અને ફિંગરપ્રિન્ટ આપી પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવું પડશે. કેન્દ્ર સરકારે આપેલા નિર્દેશ મુજબ મ્યુનિસિપલે સૂચના આપી છે.

આ પણ વાંચો : PAN ને 31 માર્ચ સુધીમાં આધાર સાથે કરો લિંક, નહીં તો થઇ જશે નકામું

10 year old aadhaar card update |નાગરિકોએ જૂનાં આધારકાર્ડનું વેરિફિકેશન કરાવવું પડશે

વર્ષ 2012-13માં આધારકાર્ડ શરૂ કરવામાં આવ્યા હતા. આ સમયે શહેરમાં લાખો લોકોએ બાયોમેટ્રિક પુરાવા આપી આધારકાર્ડ કઢાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આધારકાર્ડનો દુરુપયોગ કરી કેટલાક નાણાકીય ફ્રોડ પકડાતા હવે કાર્ડને અપડેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વાર સૂચના આફવામાં આવી છે.

10 year old aadhaar card update
10 year old aadhaar card update

રૂ.50 ફી ભરવાની રહેશે

જે લોકોએ વર્ષ 2012-13માં એટલે કે 10 વર્ષ પહેલા આધારકાર્ડ કઢાવ્યા છે, તેઓએ હવે તેમના આધારકાર્ડને અપડેટ કરાવવું પડશે. તેઓ કોઈપણ આધારકાર્ડ કેન્દ્રો પર જઈને આધારકાર્ડને અપડેટ કરવી શકે છે. આ માટે તેઓએ રૂ.50 ફી ભરવાની રહેશે.

કેન્દ્ર સરકારે આપેલા નિર્દેશ મુજબ મ્યુનિ.એ કર્યા સુચન

કેન્દ્ર સરકારે કહ્યું છે કે, 10 વર્ષ પહેલાના તમામ આધારકાર્ડધારકોએ ફરીથી રેટિના અને ફિંગરપ્રિન્ટ આપી પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવું પડશે. લોકોને આધારકાર્ડને આધારે સરકારી સેવાનો લાભ આપવામાં આવતો હોવાથી સમયે સમયે આધારકાર્ડની વિગત અપડેટ કરવી જરૂરી છે. કેન્દ્ર સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સૂચના આપી છે કે 10 વર્ષ જૂનાં આધારકાર્ડમાં ઓરિજનલ ઓળખના પુરાવાના દસ્તાવેજ તથા સરનામાના પુરાવા મેળવી આધારકાર્ડ અપડેટ કરાવવામાં આવે.

10 year old aadhaar card update
10 year old aadhaar card update

આધારકાર્ડ અપડેટની અપાઈ હતી સૂચના

તાજેતરમા યુનિક આઈડેન્ટીફિકેશન ઓફ ઈન્ડિયા(યુ.આઈ.ડી.એ.આઈ)ભારત સરકારની તા.19/09/22ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ 10 વર્ષથી વધુ સમય પહેલા આધાર નોંધણી કરાવ્યા બાદ તેમાં કોઈ સુધારા– અપડેશન કરાવેલ ન હોય તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓના અવિરત લાભ નિયત કરેલ દસ્તાવેજો સાથે આધારકાર્ડમાં અપડેટ કરવા જણાવેલ છે. તથા તે માટે સરકાર દ્વારા રૂા.50નો દર નક્કી કરવામાં આવેલ છે.